Haryana Aam Aadmi Party Candidate List: હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધનના અહેવાલો વચ્ચે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની આ યાદી એવા સમયે બહાર પાડી છે જ્યારે બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા થઈ રહી હતી અને ગઠબંધન થશે કે નહીં તે અંગે AAP કે કોંગ્રેસ દ્વારા કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.






AAP દ્વારા હરિયાણામાં ગઠબંધનને લઈને કોંગ્રેસ પાસેથી 10 સીટોની માંગ કરી રહી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ તેના 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેનાથી લાગે છે કે હરિયાણામાં કોંગ્રેસ-આપ ગઠબંધન નહીં થાય.


AAP એ 11 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર જ્યાં કોંગ્રેસ પહેલાથી જ ઉમેદવારો જાહેર કરી દિધા છે.


ઉચાના કલાં
મેહમ
બાદશાહપુર
નારાયણગઢ
સમાલખા
દાબવલી
રોહતક
બહાદુરગઢ
બાદલી
બેરી
મહેન્દ્રગઢ   


હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે


કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે બે દિવસ પહેલા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.  આ યાદીમાં કોંગ્રેસે પોતાના 31 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.  કોંગ્રેસે શુક્રવારે જ પાર્ટીમાં જોડાયેલા પહેલવાન વિનેશ ફોગાટને જીંદની જુલાના વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા કિલોઈ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.


આ પહેલાં શુક્રવારે દિવસ દરમિયાન ઓલિમ્પિયન પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રેસલર વિનેશ ફોગાટને પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 


ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા


ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂકી છે. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમાં ભાજપે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને લાડવા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજને અંબાલા કેન્ટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 


જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જ્યારે 8 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.