કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા રવિવારે રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 'રીક્લેમ ધ નાઈટ' અંતર્ગત લોકોએ કેન્ડલ માર્ચ કાઢી અને માનવ સાંકળ બનાવી.                                                


સોમવારે સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ ર અને હત્યાના કેસની સુનાવણી થઇ હતી.  સુપ્રીમ કોર્ટે ડોક્ટર મર્ડર કેસમાં મોટુ સંજ્ઞાન લીધું છે. CJI D.Y. ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. આમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો પણ સમાવેશ થાય છે.


સુપ્રીમ કોર્ટે સોમવારે ડોક્ટરના  હત્યા કેસમાં સીબીઆઈ દ્વારા સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા બાદ અકુદરતી મૃત્યુના સમય અંગે સ્પષ્ટતા માંગી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બેન્ચને જણાવ્યું હતું કે મૃત્યુનું પ્રમાણપત્ર બપોરે 1:47 વાગ્યે જાહેર રવામાં આવ્યું હતું. પોલીસે બપોરે 2.55 કલાકે અકુદરતી મૃત્યુની નોંધ કરી હતી. સિબ્બલે કોર્ટને જણાવ્યું કે, ડોક્ટરોની હડતાળને કારણે 23 લોકોના મોત થયા છે. તેમણે આરોગ્ય વિભાગનો અહેવાલ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આકરા સવાલો કર્યા છે. કહ્યું કે કેવી રીતે કોઈ ઔપચારિક અનુરોધ  વિના ડૉક્ટરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.


કોલકાતામાં રવિવારે રાત્રે હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું


આ પહેલા રવિવારે રાત્રે કોલકાતામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 9 ઓગસ્ટની રાત્રે મહિલા ડોક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. એક મહિના પછી, રવિવારે "રિફ્લેમ ધ નાઇટ" મૂવમેન્ટનું  આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકો પોસ્ટર, બેનરો અને કાળા વાવટા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આખી રાત પ્રદર્શન કર્યું હતું.


સોદેપુરમાં પીડિતાના ઘરથી આરજી કાર હોસ્પિટલ નજીક શ્યામબજાર સુધી 15 કિલોમીટર સુધી માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને એકતાનું પ્રતીક કરતી રિબન ફરકાવવામાં આવી હતી. જેમાં મહિલાઓથી લઈને ઉદ્યોગપતિઓ સુધીના સમાજના તમામ વર્ગના લોકોએ ખભે ખભા મિલાવીને ભાગ લીધો હતો.