નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સત્તા જાળવી રાખવી છે. 16 ફેબ્રુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્ધાજે કહ્યુ કે, ભલે અમે ચૂંટણી જીતી ગયા છીએ પરંતુ ઇવીએમ પર સવાલ યથાવત રહેશે. હું આજે પણ માનું છું કે ઇવીએમથી જે ચૂંટણી પ્રક્રિયા છે તે યોગ્ય નથી. આપણે જે દેશ પાસેથી ઇવીએમ ખરીદીએ છીએ તે પણ બેલેટ પેપરથી ચૂંટણી કરાવે છે.
ભારદ્ધાજે કહ્યું કે, હવે દેશમાં કેજરીવાલનું નામ જ્યાં જ્યાં પહોંચશે તેનું કારણ તેમનું કામ હશે. આ જીતમાં આનંદ ના આવ્યો હોત જો ભાજપે તમામ યુક્તિઓ ના અજમાવી હોત. ભાજપ પાસે જે ટ્રિક છે તેનું તેમણે તમામ ચૂંટણીમાં ઉપયોગ કર્યો છે. ભાજપે ડર્ટી કેમ્પેઇન કર્યું અને મોટા સ્તર પર ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપને તેમાં સફળતા મળી નહીં.
ભારદ્ધાજે કહ્યુ કે, ચૂંટણીના 20 દિવસ અગાઉ સુધી ભાજપ ક્યાંય નહોતી અમે એક તરફી ચૂંટણી જીતી રહ્યા હતા પરંતુ ભાજપે હિંદુત્વના નામે રાજનીતિ શરૂ કરી. તેમની પાર્ટીના કાર્યકર્તા ગંગાજળની લોકોને કસમ આપી ભાજપને મત આપવાનું કહી રહ્યા હતા