મોગા: પંજાબ ચૂંટણીને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં 31 સૂત્રીય કિસાન ઘોષણાપત્ર જાહેર કર્યુ હતું.
આ ઢંઢેરામાં ખેડુતોને પાક ખરાબ થવા પર પ્રતિ એકર 20 હજારનું વળતર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. મજૂરોને મહિનાનું 10 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. વીજળીની મોટરનું બિલ ખેડૂતોએ આપવું પડશે નહીં અને ખેડૂતોને 12 કલાક વીજળી મફત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
દાળ અને લોટની યોજનામાં દસ લાખ લોકોને જોડવામાં આવશે. 2020 સુધી સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવામાં આવશે એટલે કે નુકસાન થવાની સ્થિતિમાં 50 ગણી વધુ પડતર કિંમત ખેડુતોને મળશે. ખેડુતોનો પાક બજારમાં તત્કાળ ખરીદાશે અને 72 કલાકમાં પેમેન્ટ થશે તેવું પણ કેજરીવાલે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે.