પણજી: ગોવામાં માર્ચ 2017માં થનાર ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે પોતાના ચાર ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં આપ પાર્ટીના રાજ્યના સમન્વયક વાલ્મીકિ નાઈકનું નામ છે. કે પણજી વિસ્તારમાંથી ઉભા રહેશે. ભગવા પાર્ટીના પારંપરિક ગઢ પણજી વિસ્તારનું પ્રતિનિધિત્વ પહેલા કેંદ્રીય રક્ષામંત્રી મનોહર પર્રિકર કરતા હતા. હવે અહીંથી વર્તમાનમાં સિદ્ધાર્થ કુનકોઈલેંકર ધારાસભ્ય છે.


તેના સિવાય હાલમાં આપમાં જોડાયેલા શિવસેનાના ગોવા ઈકાઈના પ્રમુખ અજીતસિંહ રાણે ઉત્તરી ગોવામાં માયમથી ચૂંટણી લડશે. જો કે અહીંનું પ્રતિનિધિત્વ ભાજપાના ધારાસભ્ય અને ગોવા વિધાનસભાના અધ્યક્ષ અનંત શેટ કરી રહ્યા છે. ભાજપાના રાજ્યમંત્રી મહાદેવ નાઈકના પૂર્વ સહયોગી મોલૂ વેલિપ દક્ષિણ ગોવામાં શિરોદા વિસ્તારથી આપના ઉમેદવાર છે.

બિઝનેસમેન ક્રૂજ સિલ્વા વેલિમ વિસ્તારના ઉમેદવાર છે. આપ આ જાહેરાત પહેલા જ કરી ચૂકી છે કે તે રાજ્યની તમામ 40 સીટો પરથી ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા અને સત્યેંદ્ર જૈન સહિત દિલ્લામાં આપના ઉચ્ચ નેતાઓ રાજ્યમાં પ્રચાર કરી ચૂક્યા છે.