દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશીએ આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ વખતે ચૂંટણીમાં 60.54 ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60 ટકા મતદાન થયું હતું.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આમ આદમી પાર્ટી 22 બેઠક જીતી જ્યારે 48 બેઠક પર કમળ ખીલય્યું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી કરવામાં આવી રહી હતી, અને ભારતીય જનતા પાર્ટી (BJP) જીત તરફ આગળ વધી રહી હતી, આતિશીએ તેને "આંચકો" ગણાવ્યો હતો, પરંતુ ભાજપ સામે પક્ષનો સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
તેના સમર્થકોનો આભાર વ્યક્ત કરતાં, AAP નેતાએ કહ્યું, “હું મારા પર વિશ્વાસ કરનારા લોકોનો આભાર માનું છું. હું મારી ટીમનો પણ આભાર માનું છું, જેણે તમામ પડકારોનો સામનો કર્યો અને અમારો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો. મેં મારી સીટ જીતી લીધી છે પરંતુ આ ઉજવણીનો સમય નથી - આ લડવાનો સમય છે.
નોંધનિય છે કે, કેજરીવાલ-મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા ચહેરા હારી ગયા છે. જો કે, આતિષીએ કાલકાજી સીટ (દિલ્હી ચુનાવ પરિણામ) પરથી જીત મેળવી છે. દિલ્હીની તમામ 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે 60.54 ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60 ટકા મતદાન થયું હતું.
રમેશ બિધુરીને 3580 મતોથી હરાવ્યા
આતિશી શરૂઆતમાં કાલકાજી સીટ પરથી પાછળ હતી, પરંતુ તેનું નસીબ ચમકી ગયું અને તેમને આ સીટ જીતી લીધી.તેમણે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ બિધુરીને 3580 મતોથી હરાવ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આતિશીએ 12 રાઉન્ડ બાદ કાલકાજી સીટ પર 52058 વોટથી જીત મેળવી છે.
આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ કહ્યું કે હું જનતા અને મારી ટીમનો આભાર માનું છું, જેમણે હિંસા અને ગુંડાગીરીનો સામનો કરવા છતાં પાયાના સ્તરે સખત મહેનત કરી. તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકો સુધી પહોંચ્યો. અમે દિલ્હીની જનતાનો જનાદેશ સ્વીકારીએ છીએ.