નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે શનિવારે સુલ્તાનપુરની કોર્ટમાં સરેંડર કર્યું હતુ. કોર્ટમાં લગભગ 3 કલાક સુધી સૂનવણી ચાલી હતી અને આખી સૂનવણી દરમિયાન કુમાર વિશ્વાસ કોર્ટના કઠેરામાં ઉભા રહ્યા હતા. તેના પછી તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા.
કુમાર વિશ્વાસ પર વર્ષ 2014માં અમેઠીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર પ્રચાર સામગ્રી અને સરકારી કામમાં વિધ્ન નાખવાની ફરિયાદ નોંધાવી હતી. જેના પછી કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું હતું. 2014માં અમેઠીમાં લોકસભા ચૂંટણી વખતે કુમાર વિશ્વાસ, સાંસદ રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધી સહિત અન્યની સામે ફરિયાદ નોંધાવવા પહેંચ્યા હતા.
તે વખતે કુમાર વિશ્વાસ અને તેમના સમર્થકોએ પોલીસ સાથે માથાકુટ થઈ હતી અને તેમના પાસેથી ગેરકાયદેસર પ્રચાર સામગ્રી મળી હતી. જેના પછી ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન થાનાધ્યક્ષ રતનસિંહે કુમાર વિશ્વાસ અને તેમના નજીકના 250 સમર્થકો વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો.