મધ્યપ્રદેશ: બોરવેલમાં પડેલા બાળકને બહાર કઢાયો, ડોક્ટરે મૃત જાહેર કર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jul 2016 09:43 AM (IST)
મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં શુક્રવારે સાંજથી એક અઢી વર્ષનો બાળક અભિષેક બોરવેલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે તંત્ર, પોલીસ, અને બીએસએફના જવાનો છેલ્લા 18 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશમાં જોડાયા હતા. 18 કલાકની ભારે જહેમત બાદ અભિષેકને બહાર કઢાયો હતો જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અભિષેક શુક્રવારે સાંજે તેના દાદી સાથે ખેતરે ગયો હતો. ખેતરથી પરત ફરતી વખતે તેને બોરવેલ ન દેખાતા તે તેમાં પડી ગયો હતો.