નવી દિલ્લી: નોટબંધીના વિરોધમાં સંસદ સુધી રેલી યોજી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યક્તાઓને પોલીસે અટકાવ્યા છે, જ્યારે ડિપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાની અટકાયત કરી સંસદ માર્ગ સ્થિત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. મનિષ સિસોદિયાની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મુખ્યમંત્રી કેજરીવાલ જોડાયા ન હતા, તેઓ હાલ પંજાબમાં છે. કેજરીવાલે ટ્વીટ કરી લોકોને રેલીમાં જોડાવાની અપિલ કરી હતી. જ્યારે બીજી તરફ ટીએમસીએ પણ જાહેરાત કરી છે કે તેઓ બુધવારે જંતર મંતર પર ધરણા પ્રદર્શન યોજશે.
મોદી સરકારના નોટબંધીના નિર્ણયની વિરૂધ્ધમાં આપ અને તૃણમુલ કૉંગ્રેસની લડાઈ આક્રમક બની રહી છે. મનિષ સિસોદિયાની સાથે મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા હતા. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે આરોપ લગાવ્યો હતો ક પ્રધાનમંત્રી મોદી નોટબંધી મુદ્દે વિરોધ કરી રહેલી પાર્ટીઓને ધમકાવી રહ્યા છે. મમતાએ કહ્યું અને તેમનાથી ડરીશુ નહી પ્રદર્શન ચાલુ રાખશું