આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય કપિલ મિશ્રાનું વિધાનસભા સભ્યપદ રદ્દ
abpasmita.in | 02 Aug 2019 10:19 PM (IST)
વિધાનસભા સભ્યપદ રદ્દ કરવા પર કપિલે કહ્યું કે મોદીજીના અભિયાન ચલાવવા માટે એક નહીં પણ સૌ વખત ધારાસભ્યની ખુરશી કુર્બાન કરી શકું છું.
નવી દિલ્હી: દિલ્હીના સત્તાધારી પાર્ટી આમ આદમીના બાગી ધારાસભ્ય કપિલ મિશ્રાનું સભ્યપદ રદ્દ કરી દીધું છે. દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે કપિલ મિશ્રા વિરુદ્ધ શિસ્તબદ્ધની કાર્યવાહી કરતા તેમને ગેરલાયક ઠેરવતા સદસ્યતા રદ કરી દીધી છે. આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કપિલ મિશ્રા વિરુદ્ધ અરજી કરી હતી. આ પહેલા 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કપિલે પક્ષ વિરુદ્ધ જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા કપિલ મિશ્રાએ સતત મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ મોર્ચો માંડ્યો હતો અને તેમના ઉપર અનેક પ્રકારના અનિયમિતતાના આરોપ લગાવ્યા હતા. વિધાનસભા સભ્યપદ રદ્દ કરવા પર કપિલે કહ્યું કે મોદીજીના અભિયાન ચલાવવા માટે એક નહીં પણ સૌ વખત ધારાસભ્યની ખુરશી કુર્બાન કરી શકું છું. તેમણે કહ્યું કોર્ટમાં આ આદેશ એક દિવસ પણ નહીં ચાલે, આ અલોકતાંત્રિક, ગેરકાનૂની અને વિધાનસભા તથા જનાતનું અપમાન કરનારા કાનૂન વિરુદ્ધ કોર્ટમાં જોઈશ.