લખનઉ: ઉન્નાવ કેસની તપાસ માટે સીબીઆઈએ એક નવી ટીમ બનાવી છે જેમાં 20 અધિકારીઓને સામેલ કર્યા છે. આ ટીમમાં એસપી, એએસપી, ડીસીપી, સબ ઈન્સપેક્ટર સામેલ છે. આ નવી ટીમ કેસના તપાસના સહયોગ માટે બનાવવામાં આવી છે. આ લોકો 30 જૂલાઈના થયેલા રોડ અકસ્માતની તપાસ કરશે. આ મામલે પાંચ અધિકારીઓની એક ટીમ પહેલેથી જ તપાસ કરી રહી છે. આ નવી ટીમ જૂની ટીમની મદદ માટે બનાવવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને રાયબરેલી પાસે ટ્રક-કાર અકસ્માત અંગેની તપાસ એક સપ્તાહમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અસાધારણ પરિસ્થિતિમાં જ તપાસના સમયમાં સાત દિવસ વધારવાનો અનુરોધ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનારી યુવતી, તેના કાકી અને માસી પોતાના કીલ સાથે રાયબરેલી જેલમાં બંધ તેમના સંબંધીને મળવા માટે જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં પીડિત યુવતીના માસી અને કાકીના મોત થયા હતા, જ્યારે પીડિત યુવતી અને વકીલ હોસ્પિટલમાં દાખલ છે.