ધારાસભ્ય કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, સવારે લગભગ 11 વાગ્યે 30 મિનિટ પર તિમારપુર વિધાનસભા ક્ષેત્રની રાશનની બે દુકાનો પુર ફૂડ એન્ડ સપ્લાય મિનિસ્ટર ઇમરાન હુસેનનની વિભાગીય તપાસ કરી હતી. તિમારુપર વિધાનસભા ક્ષેત્રમાં રાશન માફિયાના આતંકની જૂની ફરિયાદો રહી છે. તપાસમાં જાહેરમાં અનિયમિતતા થતી હોવાનો ખુલાસો થતાં રાશન વિક્રેતા અને તેના પરિવારજનો દ્ધારા તમામ અધિકારીઓ અને ધારાસભ્ય પંકજ પુષ્કર અને ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ દેવેશ કુમાર પર હુમલો કર્યો હતો.
વધુમાં કહ્યું કે, તિમારપુર વિધાનસભા ક્ષેત્રના નેહરૂ વિહાર વિસ્તારમાં અનેક વર્ષોથી રાશન માફિયાનું કેન્દ્ર બન્યું છે. તેમને સતત ફરિયાદો મળી રહી હતી ત્યારબાદ સરકાર તપાસ દરમિયાન ધારાસભ્ય પર હુમલો અને સરકારી કામમાં અડચણ ઉભી કરવા, જાહેરમાં જાનથી મારી નાખવામી ધમકી આપવી દિલ્હીમાં કાયદાના રાજ પર સવાલ ઉભા થઇ રહ્યા છે.