Manish Sisodia On BJP: હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાના કાવતરાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં ગૃહમંત્રી અમિત શાહનું નામ લેતા તેમણે કહ્યું હતું કે જો તેઓ આ બધામાં સંડોવાયેલા છે તો તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીમાં 43 ધારાસભ્યો માટે 1075 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. મારો સીધો સવાલ એ છે કે તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? હજારો કરોડો રૂપિયા આપીને ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેની તપાસ થવી જોઈએ.
અમિત શાહની ધરપકડ થવી જોઈએ - મનીષ સિસોદિયા
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં અમે આ વાત કહી હતી કે ભાજપ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. મને પણ ઓફર આપવાનો પ્રયાસ કર્યો. આ પૈસા ક્યાંથી આવે છે? આ જે ઓડિયોમાં વારંવાર નામ લઈ રહ્યો છે, સંતોષ જી અને શાહ જી, તો આ કોણ છે? જો અમિત શાહની વાત હોય તો દેશના ગૃહમંત્રી આ રીતે ધારાસભ્યોને ખરીદે છે તે મોટા ખતરાની વાત છે. તેની ED CBI તપાસ થવી જોઈએ.
દિલ્હીમાં ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે - મનીષ સિસોદિયા
સિસોદિયોએ વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં એક ઓડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્યોને ખરીદવાનું સંપૂર્ણ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. પૈસા આપવાની અને પોસ્ટ બધુ આપવાની વાત કરવામાં આવી રહી હતી. આ વાતચીત 28મીએ સામે આવી છે. બી.એલ.સંતોષને મળવાની વાત હતી. આજે ફરી એક નવો ઓડિયો સામે આવ્યો છે. આ નવા ઓડિયોમાં પણ બીજેપીનો દલાલ ટીઆરએસના ધારાસભ્યોને ખરીદવાની વાત કરી રહ્યો છે. આમાં તેઓ એ પણ કહી રહ્યા છે કે તેઓ દિલ્હીના 43 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે.