નવી દિલ્લીઃ  આમ આદમી પાર્ટીના ધારસભ્યનું નામ નોટમાં લખીને એક મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. આત્મહત્યાનો પ્રયત્ન કરનાર મહિલાએ તેની પોલીસ ફરિયાદમાં પણ આપના ધારાસભ્યનું નામ લખાવ્યું છે. આપના ધારસભ્ય રૂષિએ આ આરોપોનું ખંડન કર્યું હતું. અને કહ્યું હતું કે, આત્મહત્યનો પ્રયત્ન કરનાર મહિલા કાર્યકર્તાને તે ઓળખતો જ નથી.

મહિલા કાર્યકર્તાને એક અન્ય મહિલા સાથી કાર્યકર્તા સાથે થયેલા વિવાદ બાદ 15 જુલાઇએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. બંને મહિલાઓએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાથી એક મહિલાએ પોલીસમાં કરાવેલી ફરિયાદમાં આપના ધારાસભ્યનું નામ પણ લખ્યું છે. મહિલાએ એક નોટ લખી હતી તેમા તેણે ધારસભ્ય અને તેના એક સાથી પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.જનકપુરીના ધારાસભ્યન રૂષિનું કહેવુ છે કે, બે મહિલાઓના વિવાદમાં તેમને ખેંચવામાં આવી રહ્યા છે.