નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના 51 સ્ક્વોર્ડનને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. આ સન્માન એરફોર્સના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયા આપશે. આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના એરિયલ અટેકમાં એરફોર્સના 51 સ્ક્વોર્ડનને મોરચો સંભાળતા પાડોશી દેશ પાકિસ્તાનનું એફ-16 ફાઇટર પ્લેન તોડી પાડ્યુ હતું. સ્ક્વોર્ડન તરફથી આ સન્માન કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન સતીષ પવારને આપવામાં આવશે.
આ સાથે જ બાલાકોટ સ્થિત જૈશ આતંકી શિબિર પર હવાઇ હુમલામા સામેલ 9 સ્ક્વોર્ડનને સન્માનિત કરવામાં આવશે. આ સ્ક્વોર્ડનના મિરાજ 2000 ફાઇટર જેટે જૈશના અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. એટલું જ નહી બાલાકોટ હવાઇ હુમલાના બાદના દિવસે પાકિસ્તાને એરિયલ અટેકનો જવાબ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સ્ક્વોર્ડન લીડર મિતી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને પણ સન્માનિત કરવામાં આવશે.
નોંધનીય છે કે આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ભારતીય એરફોર્સે પુલવામામાં આતંકી હુમલા બાદ છેલ્લા 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદની ટ્રેનિંગ શિબિર પર હવાઇ હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થતા આખા દેશમાં શોક વ્યાપી ગયો હતો.