Lok Sabha Election 2024 Opinion Poll: લોકસભા ચૂંટણી 2024નો સમય નજીક છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ઉપરાંત લોકોમાં અટકળોનું બજાર પણ ગરમ છે. સત્તાની ચાવી કોને મળશે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે કે પછી કોઈનું નસીબ ચમકશે.  'ઈન્ડિયા' ગટબંધનનું શું થશે. 


આ દરમિયાન, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એબીપી ન્યૂઝે લોકોની સાથે વાત કરી. સી વોટરે 2024 અંગે ABP ન્યૂઝ માટે પ્રથમ ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. જેના આંકડા ચોંકાવનારા છે.


ઓપિનિયન પોલ અનુસાર, જો આજે ચૂંટણી થાય છે, તો સત્તારૂઢ NDA કુલ 543 બેઠકોમાંથી મહત્તમ 295-335 બેઠકો જીતીને ત્રીજી વખત સરકાર બનાવી શકે છે. કોંગ્રેસ, વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. સાથે મળીને 165-205 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્યને 35-65 બેઠકો મળવાની ધારણા છે.


2024 સંબંધિત પ્રથમ ઓપિનિયન પોલ - કોના માટે કેટલી સીટો ?


સ્ત્રોત- સી વોટર
કુલ બેઠકો – 543
NDA-295-335
I.N.D.I.A.- 165-205
OTH-35-65



ABP-C વોટરના ઓપિનિયન પોલ મુજબ, વોટ શેરની દ્રષ્ટિએ, જો આજે ચૂંટણી યોજાય તો NDAને સૌથી વધુ 42 ટકા વોટ મળવાની ધારણા છે, I.N.D.I.A ગઠબંધનને 38 ટકા અને અન્યને 20 ટકા વોટ મળવાની ધારણા છે. 


કોને કેટલા મત મળી શકે છે ?


સ્ત્રોત- સી વોટર
કુલ બેઠકો – 543
એનડીએ- 42%
I.N.D.I.A.- 38%
અન્ય - 20%


દેશના ચાર ઝોનમાં કોણ આગળ?


જ્યાં સુધી દેશના ચાર ઝોન, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમનો સંબંધ છે, ઉત્તર ઝોનની 180 બેઠકોમાંથી, 150-160 બેઠકો ભાજપની આગેવાની હેઠળના NDAને જાય તેવી અપેક્ષા છે. દક્ષિણ ઝોનની 132 બેઠકોમાંથી એનડીએને 20-30 બેઠકો મળી શકે છે. ઈસ્ટ ઝોનની 153 સીટોમાંથી 80-90 એનડીએને જતી દેખાઈ રહી છે.  પશ્ચિમ ઝોનની 79 બેઠકોમાં એનડીએને 45-55 બેઠકો મળવાનો અંદાજ છે.


દક્ષિણ એકમાત્ર એવો ઝોન છે જ્યાં NDA પાછળ છે અને ઈન્ડિયા ગઠબંધનને અહીં 70-80 બેઠકો જીતવાની અપેક્ષા છે. અન્ય ત્રણ ઝોન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં, ઈન્ડિયા એલાયન્સને અનુક્રમે 20-30, 50-60 અને 25-35 બેઠકો મળવાની ધારણા છે.


રાજ્યોમાં પણ NDA મજબૂત જણાય છે. એબીપી ન્યૂઝ-સી વોટર ઓપિનિયન પોલ અનુસાર, ભાજપ શાસિત તમામ રાજ્યોમાં એનડીએને સારી સંખ્યામાં બેઠકો મળવાની અપેક્ષા છે. NDAને મધ્ય પ્રદેશમાં 27-29, છત્તીસગઢમાં 9-11, રાજસ્થાનમાં 23-25 ​​અને ઉત્તર પ્રદેશમાં 73-75 બેઠકો મળતી જોવા મળી રહી છે.


કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં પણ, ભાજપ 52 ટકા વોટ શેર સાથે 22-24 સીટો જીતે તેવી ધારણા છે, જ્યારે કોંગ્રેસ 43 ટકા વોટ શેર સાથે 4-6 સીટો જીતવાની ધારણા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને માત્ર 0-2 બેઠકો મળવાની અપેક્ષા છે.


કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન માત્ર ચાર રાજ્યોમાં જ આગળ છે. આ ગઠબંધનને તેલંગાણામાં 9-11 બેઠકો, કોંગ્રેસને 5-7 બેઠકો અને પંજાબમાં AAPને 4-6 બેઠકો, બિહારમાં ઈન્ડિયા એલાયન્સને 21-23 બેઠકો અને મહારાષ્ટ્રમાં 26-28 બેઠકો મળવાની ધારણા છે.


પશ્ચિમ બંગાળ 


પશ્ચિમ બંગાળમાં, જ્યાં ઈન્ડિયા ગઠબંધનની સીટ શેરનો મુદ્દો ચર્ચાનો વિષય બની શકે છે, જો હવે ચૂંટણી થાય તો શાસક ટીએમસીને 23-25 ​​બેઠકો મળી શકે છે અને કોંગ્રેસની સાથે ડાબેરીઓને 0-2 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 16-18 બેઠકો મળી શકે છે.એવું અનુમાન છે. 


નોંધ- એક વર્ષથી ચાલી રહેલા સી વોટરના આ ટ્રેકરમાં 2 લાખથી વધુ લોકોના મંતવ્યો સામેલ છે. આમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.