G-20 Summit 2023: દેશની રાજધાની નવી દિલ્હીમાં G-20 સમિટ યોજાઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત ઘણાબધા નેતાઓ પહોંચ્યા છે. આ દરમિયાન સી-વૉટરે જી-20 સમિટને લઈને એબીપી ન્યૂઝ માટે એક સર્વે હાથ ધર્યો છે.


સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું G20 જેવી કૉન્ફરન્સથી સામાન્ય ભારતીયને ફાયદો થશે ? તેના પર 45 ટકા લોકોએ કહ્યું કે હા, બહુ થશે. જ્યારે 18 ટકા લોકોએ થોડોગણો કહ્યો. તેમજ 27 ટકા લોકોએ કહ્યું કે તેનાથી કોઈ ફાયદો થશે નહીં. આ ઉપરાત સર્વેમાં સામેલ 10 ટકા લોકોએ કહ્યું કે તેઓ અત્યારે આ અંગે કંઈ કહી શકતા નથી.


શું લાગે છે G20 જેવા સંમેલનથી સામાન્ય ભારતીયને ફાયદો થશે ?
હા, બહુજ વધારે - 45%
હા, થોડો -18%
ફાયદો નહીં -27%
ખબર નથી -10%


જી20 માટે ભારતમાં કયા નેતાઓ પહોંચ્યા છે ?
અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, જાપાનના વડા પ્રધાન ફૂમિયો કિશિદા, ઇટાલીના વડાપ્રધાન જ્યૉર્જિયા મેલૉની અને G-20 ગૃપના સભ્ય દેશોના અન્ય નેતાઓ G-20 સમિટ માટે પહોંચ્યા છે. આ ઉપરાંત યૂનાઈટેડ નેશન્સ, ઈન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઈએમએફ), વર્લ્ડબેંક જેવી સંસ્થાઓના વડાઓ પણ દિલ્હી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, G-20 સભ્ય દેશો વિશ્વના કુલ ઘરેલું ઉત્પાદન (GDP)માં 85 ટકા અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 80 ટકા યોગદાન આપે છે.


દિલ્હીમાં જી-20 કૉન્ફરન્સ ચાલી રહી છે. આ સમયે સમગ્ર વિશ્વની નજર દિલ્હી પર છે. સી વૉટરે જી 20 કૉન્ફરન્સ વિશે દેશ શું વિચારે છે તે જાણવા માટે ઝડપી સર્વે કર્યો છે. આ સર્વેમાં 2 હજાર 2 લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વે આજે બપોર સુધી દેશભરમાં હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.