ABP C-Voter Survey: ઉત્તર પ્રદેશમાં તમામ પક્ષો આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. લગભગ તમામ પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે 400 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મોટા ફેરફારની વાત કરી રહ્યા છે. ઉપરાંત સત્તામાં રહેલી ભાજપ ગત વખત કરતાં વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. દરમિયાન એબીપી સી-વોટરે યુપીના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. એબીપી ન્યૂઝ સી વોટરે આ વખતે જનતા કોની સરકાર બનાવવાના મૂડમાં છે તે જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો.
ઉત્તરપ્રદેશમાં કોને મળશે કેટલી સીટ ? શું કહે છે C-Voter સર્વે
કુલ બેઠકો- 403ભાજપ+ 213-221એસપી+ 152-160બસપા 16-20કોંગ્રેસ- 6-10અન્ય- 2-6
ઉત્તરપ્રદેશમાં કોને કેટલા મળશે વોટ ? શું કહે છે C-Voter સર્વે
કુલ બેઠકો- 403ભાજપ+ 41%એસપી+ 31%બસપા 15%કોંગ્રેસ- 9%અન્ય-4%
ઉત્તરપ્રદેશમાં સીએમની પસંદ કોણ ? શું કહે છે C-Voter સર્વે
યોગી આદિત્યનાથ- 41%અખિલેશ યાદવ- 32%માયાવતી- 16%પ્રિયંકા ગાંધી- 5%જયંત ચૌધરી- 2%અન્ય- 4%
યુપીની ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો શું છે?
કાયદો અને વ્યવસ્થા - 30%રામ મંદિર - 14%કિસાન આંદોલન - 15%બેરોજગારી - 17%સામાજિક સંવાદિતા - 3%ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, રસ્તાઓ, પાણી - 3%ફુગાવો - 15%અન્ય - 3%
લખીમપુર ખીરી કાંડથી ભાજપને ફાયદો કે નુકસાન?
ફાયદો - 22%નુકસાન- 62%કોઈ અસર નથી - 16%
શું પ્રિયંકા ગાંધીની સક્રિયતાથી યુપીમાં કોંગ્રેસને ફાયદો થશે?
હા - 47%ના - 53%
અખિલેશ અને ઓપી રાજભર ગઠબંધનથી ભાજપને ફાયદો કે નુકસાન?
ફાયદો - 36%નુકસાન - 50%કોઈ નુકસાન નથી - 8%કહી શકાતું નથી - 6%
નોંધ: એબીપી ન્યૂઝ માટે સીવોટર પાંચેય ચૂંટણી રાજ્યોનો મૂડ જાણી ચૂક્યું છે.આ સર્વેમાં 1,07,000થી વધુ લોકોએ ભાગ લીધો છે. આ સર્વે 9 ઓક્ટોબર, 2021થી 11 નવેમ્બર વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ ત્રણ થી પ્લસ માઇનસ પાંચ ટકાનું માર્જિન છે.