Punjab Assembly Election 2022: પંજાબ વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ કવાયત હાથ ધરી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં 10 સીટિંગ ઉમેદવારોને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલ 20 ધારાસભ્યો જીત્યા હતા. જેમાંથી છ ધારાસભ્ય પક્ષ સાથે છેડો ફાડી ચુક્યા છે. જ્યારે ચાર સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.


કોને કોને મળી ટિકિટ


ગઢશંકરથી જશકિશન રોડી, જગરાંવથી સરબજીત કૌર માનુકે, નિહાલસિંહ વાલાથી મનજીત સિંહ, કોટકપુરાથી કુલતાર સિંહ સંઘવી, તલવંડી સાંબોથી બલજિંદર કૌર, બુઢલાડાથી પ્રિંસિપાલ બુધરામ, દિબડાથી હરપાલ સિંહ ચીમા, સુનામથી અમન અરોડા, બરનાલાથી ગુરમીત સિંહ અને મહિલકલાથી કુલવંત પંડોરીને ટિકિટ આપી છે.


રમન બહલ થયા આપમાં સામેલ


તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમન બહલ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. બહલ માઝા ક્ષેત્રમાંથી આવે છે અને રાજ્યમાં સત્તા હાંસલ કરવા માટે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. 2017ની ચૂંટણીમાં પાર્ટીને માઝા વિસ્તારમાંથી એક પણ સીટ મળી નહોતી. રમન બહલના આવવાથી આ વિસ્તારમાં આપનો પ્રભાવ વધશે તેમ માનવામાં આવે છે. હિન્દુ સમુદાયથી આવતાં બહલ પંજા સ્ટેટ સબ ઓર્ડિનેટ સર્વિસેઝ સિલેક્શન બોર્ડના અધ્યક્ષ હતા. આ પહેલા એલજી કુંવરપ્રતાપ પણ આપમાં સામેલ થયા હતા.






થોડા સમય પહેલા બઠિંડા ગ્રામીણથી આપની ધારાસભ્ય રૂપિંદર કૌરે રાજીનામું આપીને કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેણે કહ્યું હતું કે, જો પંજાબમાં પાર્ટી નવા નેતા નહીં લાવે તો અનેક ધારાસભ્યો રાજીનામું આપશે. અરવિંદ કેજરીવાલ ભગવંત માનને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરે તો પાર્ટીની પંજાબમાં હાર નિશ્ચિત છે.


આ પણ વાંચોઃ ગોળના આ ઉપાય તમને બનાવી શકે છે ધનવાન, જીવનની તમામ મુશ્કેલીઓ થઈ જશે છૂમંતર