ABP Cvoter Karnataka Opinion Poll: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જે 8 મેના રોજ સમાપ્ત થશે. આ પછી અહીં 10 મેના રોજ મતદાન થવાનું છે. 224 સીટો માટે ચૂંટણીના પરિણામો 13 મેના રોજ બધાની સામે હશે.


આ પરિણામોને પોતાની તરફેણમાં લાવવા માટે તમામ પક્ષો જનતાને રીઝવવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપ વતી પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની કમાન સંભાળી છે.


આ સ્થિતિમાં દરેકના મનમાં એક સવાલ છે કે કર્ણાટકમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. જનતા કોના માથે તાજ મુકશે ? આ જાણવા માટે  સી-વોટરે એબીપી ન્યૂઝ માટે અંતિમ ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. આ પહેલા બે ઓપિનિયન પોલ આવી ચૂક્યા છે. જેમાં કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તો આવો જાણીએ રાજ્યમાં કોની સરકાર બની રહી છે.


કર્ણાટકમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે ?



કુલ બેઠકો 224


ભાજપ - 73 થી 85 બેઠકો
કોંગ્રેસ - 110 થી 122 બેઠકો
જેડીએસ - 21 થી 29 બેઠકો
અન્ય- 02 થી 06 બેઠકો


કર્ણાટકમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે ?



કુલ બેઠકો 224
ભાજપ - 36 ટકા
કોંગ્રેસ - 40 ટકા
જેડીએસ - 16 ટકા
અન્ય - 08 ટકા


શું લાગે છે કોણ જીતશે ?



સોર્સ- CVoter


ભાજપ - 32 ટકા
કોંગ્રેસ - 44 ટકા
જેડીએસ - 15 ટકા
ત્રિશંકુ- 4 ટકા
અન્ય - 2 ટકા
ખબર નથી - 3 ટકા


સૌથી મોટો મુદ્દો શું છે?



સોર્સ - CVoter


બેરોજગારી - 31 ટકા
મૂળભૂત સુવિધાઓ - 27 ટકા
કૃષિ - 15 ટકા
ભ્રષ્ટાચાર - 9 ટકા
કાયદો અને વ્યવસ્થા - 3 ટકા
અન્ય - 15 ટકા






સી-વોટરે મતદાન પહેલા એબીપી ન્યૂઝ માટે અંતિમ ઓપિનિયન પોલ કર્યો છે. અમે લોકોનો મૂડ જાણવા માટે સતત 12 અઠવાડિયામાં 73 હજાર 774 લોકો સાથે વાત કરી છે. 29 એપ્રિલે છેલ્લો ઓપિનિયન પોલ દર્શાવ્યા બાદ 6 હજાર 420 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તમામ 224 સીટો પર સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.


નોંધ : સી-વોટરે આ સર્વે એબીપી સમાચાર માટે કર્યો છે. આ સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી.