જાવડેકરે કહ્યું, “લૉકડાઉન કરવામાં આવે તો પણ તકલીફ, અને ના લાગુ કરે તો સંક્રમણનો ખતરો વધી જાય છે.” તેઓએ કહ્યું, “ પહેલા ત્રણ દિવસમાં કોરોના કેસ ડબલ થતા હતા, હવે 14 દિવસમાં થઈ રહ્યા છે. આ લોકડાઉનના કારણે જ સંભવ બન્યું છે. એવું કંઈએ નહોતું કહ્યું કે, 15 દિવસમાં લોકડાઉન સમાપ્ત થઈ જશે અને લોકો બહાર ફરવા લાગશે. લોકો કોરોના સાથે જીવતા શીખી રહ્યાં છે.
મજૂરોના પલાયન મુદ્દે જાવડેકરે કહ્યું, “મજૂરોના પલાયનના મુદ્દાનો જલ્દી જ ઉકેલ આવશે. તમામ શ્રમિકો અઠવાડિયમાં પોતાના ઘરે પહોંચી જશે. ડરના કારણે શ્રમિકો પલાયન કરી રહ્યાં છે. 15 દિવસમાં 60 લાખ શ્રમિકો પોતાના વતન પહોંચ્યા છે. ” આ સિવાય તેમણે કહ્યું કે, શ્રમિકો હવે ઝુપડપટ્ટીમાં નહીં રહે. સરકાર તમામ મજૂરો માટે ઘર આપવાનું કામ કરશે. શ્રમિકોને 25 માર્ચ સુધી કામ તો કર્યું જ હતું, તેથી માત્ર એપ્રિલનો પગાર આપવાનો હતો, પરંતુ કેટલાક લોકોએ નથી આપ્યો. ગામડામાંથી તમામ મજૂરો શહેરમાં પાછા ફરશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, અત્યાર સુધી એક લાખ 65 હજાર 799 કેસ નોંધાય છે, જ્યારે 4706 લોકોનાં મોત થયા છે અને 71 હજાર 106 લોકો સ્વસ્થ થયા છે.