લોકડાઉનની સ્થિતિ પર કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ ગુરુવારે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને મુખ્ય સ્વાસ્થ્ય સચિવોની સાથે ભેઠક કરી. આ પ્રથમ વખત થયું જ્યારે કેબિનેટ બેઠકમાં રાજ્યોના નિગમ કમિશ્નરોને પણ સામેલ કરવામાં આવ્યા.
રાજીવ ગાબાએ આ કોરોના સંકટકાળમાં સમય સમય પર રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે અને તેમની પાસેથી સ્થિતિની પૂરી જાણકારી મેળવી છે. આ પહેલા 17 મેના રોજ કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન રાજ્યોને ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવા સાતે જોડાયેલ ચર્ચા થઈ હતી અને કોરોનાના સંકટને લઈને રાજ્યો દ્વારા કરવામાં આવતા પ્રયત્નો પર સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે લોકડાઉનના ચોથા તબક્કાને 31 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, બુધવારે એક રિપોર્ટમાં લોકડાઉન 5ને લઈને દાવા અને અટકળોને ફગાવી દેવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું હતું કે, આ રવિવારની ‘મન કી બાત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકડાઉન 5ની જાહેરાતને લઈને કરવામાં આવેલ તમામ દાવાઓ માત્ર અટકળો છે.