પ્રયાગરાજ: સોશિયલ મીડિયા પર એક ખાસ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડીને દેશમાં નફરત ફેલાવવાના મિશનને અંજામ આપી રહેલી પ્રયાગરાજની મહિલા યૂટ્યૂબર હીર ખાનના પાકિસ્તાન કનેક્શનની આશંકા હવે સાચી સાબિત થવા લાગી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓની તપાસમાં એ સામે આવ્યું છે કે હીર ખાનની એકલા પાકિસ્તાન સાથે નહી, પરંતુ ઘણા બીજા ઈસ્લામિક દેશોના લોકો સાથે ઈન્ટરનેટના માધ્યમથી વાતચીત થતી હતી. તેની વચ્ચે એબીપી ન્યૂઝને એક્સક્લૂઝિવ જાણકારી મળી છે કે હીર ખાનનો સંબંધ પાકિસ્તાની ક્રિકેટ ટીમના એક પૂર્વ કેપ્ટન સાથે પણ છે. પાકિસ્તાનનો આ પૂર્વ ક્રિકેટ કેપ્ટન સંબંધોમાં હીર ખાનનો મામા થાય છે. પૂર્વ કેપ્ટન ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ કટ્ટર માનવામાં આવે છે. ઘણી વખત તેણે ક્રિકેટના મેદાનમાં જ નમાઝ અદા કરી છે.


એબીપીએ પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડી રિમાન્ડમાં લેવામાં આવેલી હીર ખાનની મા અસમા હારૂનને શોધી કાઢી છે. પરિવારમાં હીર સિવાય માત્ર તેની મા અસમા જ રહે છે. દિકરીની ધરપકડ બાદ તેણે પોતાના રૂમમાં બંધ કરી રાખ્યા છે અને તે કોઈની સાથે નથી મળી રહ્યા. ABP ગંગાના સંવાદદાતા મોહમ્મદ મોઈન સાથે કરવામાં આવેલી વાતચીતમાં હીર ખાનની મા અસમા હારૂને સ્વિકાર્યું કે પાકિસ્તાનમાં તેના ઘણા સંબંધીઓ રહે છે. તેમાંથી ઘણા લોકો સાથે તેની પોતાની અને દિકરી હીરની પણ ક્યારેક ક્યારેક ફોન પર વાત થતી હતી.

અસમા હારૂને સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું કે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામુલ હક તેનો મામાનો દિકરો ભાઈ છે. ઈન્ઝમામુલના પિતા તેના મામા છે. અસમાના મુજબ ઈન્ઝમામના પૂર્વજ પહેલા ભારતમાં જ રહેતા હતા, પરંતુ આઝાદી બાદ દેશના ભાગલા સમયે તે લોકો પાકિસ્તાન જતા રહ્યા હતા. અસમાના મુજબ તેમના પરિવારની વાત વધુ પડતી ઈન્ઝમામના પૂર્વજો સાથે જ થતી હતી. ઈન્ઝમામના ક્રિકેટ સ્ટાર બન્યા બાદ તેની સાથે વાતચીત ખૂબ ઓછી થઈ છે. ઘણા વર્ષો પહેલા જ્યારે હીરના પિતાનું મોત થયું હતું, ત્યારે અંતિમ વખતે ઈન્ઝમામે વાતચીત કરી હતી.

તપાસ એજન્સીઓની રડાર પર આવેલી મહિલા યૂ ટ્યૂબર હીર ખાનની મા અસમાએ પૂર્વ ક્રિકેટ કેપ્ટન ઈન્ઝમામુલ હક સાથે પાકિસ્તાન સાથે અન્ય સંબંધોની વાત ABP ગંગા ચેનલ પર સ્વિકારી તો છે, પરંતુ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમની દિકરીના ગુનાઓ સાથે ઈન્ઝમામ સહિત કોઈપણ પાકિસ્તાનીનું કોઈ કનેક્શન નથી. દિકરી હીરે જે ભૂલ કરી છે, તેનું કોઈ પાકિસ્તાની કનેક્શન ન જોડવામાં આવે. તેણે માત્ર પોતાની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા આવું કરનારાઓને જવાબ આપવા અને પાઠ ભણાવવા માટે તેણે વીડિયો બનાવી યૂ ટ્યૂબ પર અપલોડ કર્યા હતા. અસમાના મુજબ તે અને હીર ઈન્ઝમામ સહિત ઘણા સંબંધીઓ પાકિસ્તાનમાં હોવા છતા ક્યારેય દેસની બહાર નથી ગયા. તેમનો દાવો છે કે તે લોકો પાકિસ્તાનથી નફરત કરે છે અને તેમનો આત્મા ભારતમાં જ રહે છે.

ABP ગંગા ચેનલ સાથે કરવામાં આવેલી વાતચીતમાં અસમાએ હીરને લઈને અન્ય ખુલાસા પણ કર્યા છે. અસમાનો દાવો છે કે હીર પીએમ નરેંદ્ર મોદી અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથની ફેન પણ છે. છેલ્લી બે ચૂંટણીમાં હીરે ન માત્ર મોદી અને યોગી માટે પોતે ભાજપને મત આપ્યો હતો, પરંતુ અન્ય જાણતા લોકો પાસે પણ ભાજપને મત અપાવ્યો હતો. અસમાએ એ સ્વિકાર્યું કે હીર પાસે તમામ લોકોના ફોન આવતા હતા. તે ઈન્ટરનેટના માધ્યમથી પણ લોકો સાથે વાતચીત કરતી હતી. કેટલાક લોકો તેને ઉકસાવતા હતા અને ધાર્મિક ભાવનાઓને ભડકાવતા હતા. જ્યારે કેટલાક લોકો તેના વીડિયોના વખાણ કરી તેને આગળ પણ આવું કરવા માટે પ્રેરિત કરતા હતા.

હીરની મા મુજબ તેની દિકરી કટ્ટર નથી. તે તમામ ધર્મોનું બરાબર સન્માન કરે છે. તેમનો તો એ પણ દાવો છે કે હીર હંમેશા મંદિરોમાં પણ જાય છે. ત્યાંનો પ્રસાદ પણ તે ખૂબ જ આસ્થા સાથે ચાખતી હતી. તેમના મુજબ તેમની દિકરીથી કેટલીક ભૂલ થઈ છે, પરંતુ જે માત્ર ભાવનાશીલ હોવાના કારણે. તે અને દિકરી દેશદ્રોહી નથી. તેમણે ક્યારેય દેશની વિરુદ્ધ અને દેશને નબળો પાડવાનો કે દ્વેષ ફેલાવવાનો વિચાર કર્યો નથી. તેમને પોતાના વતન સાથે ખૂબ જ પ્રેમ છે.

હીરની મા અસમાના પાકિસ્તાની કનેક્શનની કબૂલાત અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન ઈન્ઝમામુલ હક સાથેના સંબંધોના ખુલાસાથી પોલીસ અને અન્ય એજન્સીઓના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત છે. તેમનું કહેવું છે કે તે આ વિશે ન માત્ર કસ્ટડી રિમાન્ડમાં હાજર હિરની પુછપરછ કરશે, પરંતુ તેની માતા અસ્માનું નિવેદન પણ નોંધવામાં આવશે. આની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને એ પણ તપાસ કરવાની કોશિશ કરવામાં આવશે કે 10મુ ફેઈલ હીરને નફરત ફેલાવવાનું મશીન બનાવવામાં તેમનું યોગદાન કેટલું છે.
ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજના ખુલ્દાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી હીર ઉર્ફે સના ખાન નામની અઠવીસ વર્ષની યુવતી સોશિયલ મીડિયા પર છેલ્લા બે વર્ષથી કોઈ ચોક્કસ સમુદાયની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાનું કામ સતત કરી રહી હતી. એક વર્ષ પહેલા તેણે પોતાની યૂ ટ્યૂબ ચેનલ પણ શરૂ કરી હતી. તે યૂ ટ્યૂબ પર તે પોતાના ભડકાઉ નિવેદનોના વિડિયો બનાવી અપલોડ કરતી હતી. પોતાના વીડિયોમાં તે ધર્મ વિશેષના દેવી દેવતાઓ ગાળો પણ આપતી હતા. તેના કેટલાક નિવેદનનો તો એટલા ભડકાઉ અને આપત્તિનજક છે કે તેને ટીવી પર ચલાવવા અથવા તો કોઈને સંભળાવી પણ ન શકાય. સીએએ અને એનઆરસીના મુદ્દા પર તે ન માત્ર આગળ પડતી હતી પરંતુ આરોપ છે કે તેણે તેમાં આગળ વધીને ભાગ પણ લેતી હતી.
ચાર દિવસ પહેલા 26 ઓગસ્ટના પ્રયાગરાજ પોલીસે તેની ધરપકડ કરી હતી અને બીજા જ દિવસે તેને જેલમાં મોકલી દિધી હતી. પ્રારંભિક તપાસમાં પોલીસ અધિકારી પણ હીરના કારનામા જાણી સ્તબ્ધ થઈ ગયા હતા. તેથી જ તેની સામે દેશદ્રોહની કલમ 153 બી સાથે કલમ 295 એ, 298, 505 (1 બી), 505 (2 બી) અને 124 એ કલમો પણ વધારી દેવામાં આવી હતી. પ્રયાગરાજ પોલીસે પાકિસ્તાન સહિત હીરના વિદેશી કનેક્શનને તપાસવા અને તેનાથી સંબંધિત તમામ રહસ્યોનો પર્દાફાશ કરવા માટે કોર્ટમાંથી તેના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટની મંજૂરી પર, હીરના પાંચ દિવસના કસ્ટડી રિમાન્ડ આવતીકાલથી શરૂ થયા છે, જે 3 સપ્ટેમ્બરના બપોર સુધી ચાલશે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ તેની વાસ્તવિકતા બહાર આવી શકે છે.

હીરખાન ઉપર દેશદ્રોહ સહિત છ અન્ય કલમોમાં વધારો કર્યા બાદ પોલીસે કોર્ટની મંજૂરી બાદ તેને આવતીકાલથી પાંચ દિવસના કસ્ટડી રિમાન્ડ પર લીધી છે. કસ્ટડી રિમાન્ડ દરમિયાન મામલાની તપાસ કરી પ્રયાગરાજ પોલીસ સાથે ઈન્ટેલિજેન્સની ઘણી એજન્સીઓ અને એટીએસ પણ પૂછપરછ કરી રહી છે.

ધરપકડ બાદની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને ખબર પડી હતી કે દસમું ફેઈલ હીર ઉર્ફે સના ખાન ઇન્ટરનેટ દ્વારા પાકિસ્તાન અને દુબઈ સહિતના અનેક મુસ્લિમ દેશોના લોકો સાથે વાત કરતી હતી. રિમાન્ડમાં એજન્સીઓનું સૌથી વધુ ધ્યાન પાકિસ્તાન સાથે કેવા પ્રકારનું જોડાણ છે તેના પર રહેશે. છેલ્લા લગભગ બે વર્ષથી હીર દેશના વાતાવરણને બગાડવાનું કામ માત્ર સનકી હોવાના કારણે કરી રહી હતી કે કોઈ મોટા ષડયંત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હીર ખૂબ જ ગરીબ પરિવારમાંથી છે. પરિવારમાં કમાણી કરનાર કોઈ સભ્ય નથી. આવી સ્થિતિમાં એ પણ જાણવામાં આવશે કે તેને ક્યાંયથી ફન્ડિંગ તો નહોંતી મળી રહી.

દસમાં ધોરણમાં ફેઈલ થવા છતાં, તે જે રીતે તેની યૂ ટ્યૂબ ચેનલ ચલાવી રહી હતી, તેમાં પડદા પાછળ બીજું કોઈ રમત નહોંતું રમી રહ્યું ને? વધુ શિક્ષિત ન હોવા છતાં, તે દુનિયાના ઘણા દેશો અને દેશના ઘણા ભાગોના લોકો સાથે ચેટ કઈ રીતે કરતી હતી ? તેણે પોતાની યૂ ટ્યૂબની ચેનલનું નામ 5 August Black Day કેમ રાખ્યું ? આ એજ દિવસ છે જ્યારે ગત વર્ષે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી. જર્જરીત મકાનના એક રૂમમાં મા સાથે રહેતી હીર પાસે મોંઘુ લેપટોપ અને મોબાઈકલ ફોન ક્યાંથી આવ્યો ? શું પાકિસ્તાન અને અન્ય દેશો સાથેની ચેટમાં કોઈ ષડયંત્ર હેઠળ તેનું બ્રેનવોશ કરવામાં આવી રહ્યું હતું? શુ તે નફરત ફેલાવવા અને દેશનો માહોલ બગાડવાના કોઈ કાવતરામાં એક સાધન તરીકે ઉપયોગ થઈ રહી હતી?

આ તમામ પ્રશ્નો છે, જે તપાસ એજન્સીઓએ પાંચ દિવસના કસ્ટડી રિમાન્ડમાં હીરની પૂછપરછ કરીને શોધી કાઢવાના છે. પોલીસે તેનો મોબાઈલ ફોન અને લેપટોપ પણ ઝપ્ત કર્યું છે. આ બંનેમાંથી પણ તપાસ એજન્સીઓ કોઈ સુરાગ તપાસવાની કોશિશમાં છે. હીરની મા અસમા દ્વારા ABP ગંગાને આપવામાં આવેલું નિવેદન તપાસ એજન્સીઓ માટે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.