India at 2047 Summit Live: ભારતનું પાણી હવે ફક્ત ભારતના જ હકમાં રહેશે-પ્રધાનમંત્રી મોદી

ABP નેટવર્કનો ખાસ કાર્યક્રમ India@2047 SUMMIT શરૂ થઈ ગયો છે. સમિટના મહેમાન બોલિવૂડ અભિનેતા આમિર ખાન છે.

gujarati.abplive.com Last Updated: 06 May 2025 09:07 PM

બ્રેકગ્રાઉન્ડ

ABP India at 2047 Summit Live: વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંનું એક ભારત હવે ઇતિહાસના નિર્ણાયક વળાંક પર છે, જે વૈશ્વિક મંચ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જૂના વારસા અને...More

India at 2047 Summit Live: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - લોકોને અમારી સરકાર પર ભરોસો છે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 2014 માં અમારી સરકાર એવી સ્થિતિમાં રચાઈ હતી, જ્યારે દેશવાસીઓનો સરકાર પરનો વિશ્વાસ લગભગ તૂટી ગયો હતો. કેટલાક લોકોએ તો એવો પ્રશ્ન પણ ઉઠાવવાનું શરૂ કરી દીધું કે શું આપણા દેશમાં લોકશાહી અને વિકાસ સાથે ચાલી શકે છે ? આજે, જ્યારે કોઈ ભારત તરફ જુએ છે, ત્યારે ગર્વથી કહી શકે છે - ડેમોક્રેસી કેન ડિલિવર.