હૈદ્રાબાદઃ એબીપી નેટવર્કના ડિજિટલ પ્લેટફોર્મ સાથે એક નવો સભ્ય જોડાઈ ગયો છે. તેલુગુ બોલતા અને સમજતા તમામ દર્શકો માટે એબીપી નેટવર્કે પોતાનું બ્રાન્ડ ન્યૂ ડિજિટલ પ્લેટફોર્મ ‘એબીપી દેસમ’ લોન્ચ કર્યું છે. એબીપી દેસમના લોન્ચિંગની સાથે જ એબીપી નેટવર્કે આંધ્ર પ્રદેશના બજારમાં પણ એન્ટ્રી કરી લીધી છે. હવે તમે  તેલુગુ ભાષામાં પણ દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચી શકો છો.

એબીપી દેસમ એક ડિજિટલ પોર્ટલ છે જે પૂરી રીતે તેલુગુ લોકોની સંસ્કૃતિ, લોકાચાર અને ભાવના દર્શાવે છે. તેની ટેગલાઈન ‘મન વાર્તાલુ, મન ઉરી ભાષાલો!" છે. તેનો હિંદુ મતલબ ‘અમારા સમાચાર, અમારા શહેરની ભાષામાં’ છે. આ નવી રજૂઆતની સાથે જ એબીપી નેટવર્ક એક વખત ફરી સ્થાનીક સમાચાર જણાવાવનો પોતાનો પ્રયત્નને વધારે મજબૂત કરશે. ગયા ક્વાર્ટરમાં એબીપી નેટવર્કે તમિલનાડુના વાચકો માટે ડિજિટલ પ્લેટફોર્મ ‘એબીપી નાડુ’ લોન્ચ કર્યું હતું.

ૉએબીપી દેસમની વેબસાઈટ પર તમારા વિસ્તારથી તેલુગુ ભાષામાં વિશ્વભરના સમાચારો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. તમે એબીપી દેસમની વેબસાઈટ પર સૌથી ઝડપી અને સચોટ સમાચાર વાંચી શકો છો. એબીપી દેસની વેબસાઈટ પર જવા માટે telugu.abplive.com પર ક્લિક કરો. તેલુગુ ભાષામાં દરેક સમાચારથી ખુદને અપડેટ રાખવા માટે એબીપી દેસમના તમામ સોશિયલ મીડિયા હેન્ડલને ફોલો કરો.

 

twitter.com/abpdesamfacebook.com/abpdesaminstagram.com/abpdesam