Rajasthan Election 2023: એબીપી ન્યૂઝે સી-વોટરના સહયોગથી રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટો ઓપિનિયન પોલ કર્યો છે. રાજસ્થાન ચૂંટણીમાં કયો પક્ષ મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે અને સત્તાની સીટ કોને મળશે તે અંગે કરવામાં આવેલા સર્વેના આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. સર્વે અનુસાર, રાજસ્થાનમાં ભાજપ ફરી એકવાર જીતનો સ્વાદ ચાખશે અને કોંગ્રેસને 78-88 સીટો પર જ સંતોષ માનવો પડશે. એટલે કે 2023ની ચૂંટણીમાં કોંગ્રેસને વિપક્ષમાં બેસવું પડી શકે છે.


રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠકો છે. સર્વે મુજબ વિપક્ષ ભાજપને સત્તાનું સુખ ભોગવવાની તક મળી શકે છે. તેને અહીં 109-119 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 78-88 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષોને 1-5 બેઠકો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં ભાજપે તમામ 200 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તે બહુમતીના આંકડાને સ્પર્શી શકી નહોતી. જ્યારે કોંગ્રેસને 100થી વધુ બેઠકો મળી હતી.


કેટલો રહેશે વોટ શેર?


બીજી તરફ ચૂંટણીમાં વોટની ટકાવારીની વાત કરીએ તો અહીં પણ વિપક્ષી પાર્ટી ભાજપની જીત થતી જોવા મળી રહી છે. ભાજપને 46 ટકા વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 41 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે 13 ટકા વોટ અન્ય પાર્ટીઓના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.


સી વોટરે એબીપી ન્યૂઝ માટે રાજસ્થાન ચૂંટણી માટે પ્રથમ સૌથી મોટો ઓપિનિયન પોલ કર્યો હતો. આ સર્વેમાં 14 હજાર 85 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સાથે જ રાજસ્થાનના રાજકારણના વર્તમાન મુદ્દાઓ પર પણ ઝડપી સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 1 હજાર 885 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. સર્વે 25 જુલાઈ સુધીમાં કરવામાં આવ્યો છે. તેમાં એરર ઓફ માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.


તેવી જ રીતે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પહેલી પસંદ કોણ તેને લઈને પણ એબીપી ન્યૂઝે સી-વોટરના સહયોગથી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આંકડા સામે આવ્યા તે દર્શાવે છે કે, મોટાભાગના લોકો અશોક ગેહલોતને ફરીથી સીએમ તરીકે જોવા માંગે છે. જો કે આ યાદીમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજે બીજા નંબર પર છે. સર્વેના પરિણામમાં સામે આવેલી વિગતો પર એક નજર. 


કોંગ્રેસ કેમ્પના અન્ય એક નેતા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને 19 ટકા લોકોએ તેમની પસંદ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતને માત્ર 9 ટકા લોકોએ તેમની પસંદ હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસ તેમના પર કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવી રહી છે. આ ત્રણ નેતાઓ સિવાય જયપુર ગ્રામીણના ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્યવર્ધન રાઠોડને સર્વેમાં પાંચ ટકા વોટ મળ્યા છે. જ્યારે સાત ટકા લોકોને સીએમ તરીકે આ તમામમાંથી કોઈ પણ પસંદ નથી.


https://t.me/abpasmitaofficial