ABP C Voter Survey for UP:  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય ગરમાવો છે. આ રેસમાં તમામ પાર્ટીઓ પોતાને વધુ સારી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ થી લઈને પૂર્વાંચલ, અવધ અને બુંદેલખંડ સુધી રાજકીય રંગ  છવાયેલો છે. ભાજપ યુપીના ચારેય ક્ષેત્રોમાં મોટા આંકડા સાથે સત્તામાં રહેવા માંગે છે, જ્યારે સપા સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમયે બધા એક મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે કે આ વખતે યુપીમાં સરકાર કોણ બનાવી રહ્યું છે. ચાલો જાણીએ કે યુપીના ચાર મુખ્ય પ્રદેશોમાં કઇ પાર્ટીનો દબદબો છે.


ABP C વોટર  આ પોલમાં યુપીની 403 સીટોમાંથી ભાજપને 225-237 સીટો મળી શકે છે. બીજી તરફ આ ઓપિનિયન પોલમાં સમાજવાદી પાર્ટીને 139થી 151 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તે જ સમયે, બસપાને 13થી 21 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસને 4-8 અને અન્યને 2-6 બેઠકો મળી શકે છે.


એબીપી C વોટર


ભાજપ+ 225-237
SP+ 139-151
બસપા - 13-21
કોંગ્રેસ - 4-8
અન્ય - 2-6


ચારેય પ્રદેશ બેઠકોની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બુંદેલખંડમાં જ્યાં 19 સીટો માટે જંગ છે, ત્યાં પશ્ચિમ યુપીમાં 136 સીટો માટે રાજકીય જંગ છે. આ સિવાય પૂર્વાંચલ પ્રદેશમાં 130 બેઠકો , જ્યારે અવધમાં 118 બેઠકો માટે લડાઈ છે. એબીપી સી વોટરની ટીમે આ ચારેય પ્રદેશોના રાજકીય વાતાવરણને ઓળખવાનો પ્રયાસ કર્યો હતો.


એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેના ડેટા અનુસાર, ભાજપને બુંદેલખંડમાં 19 બેઠકોમાંથી 13-17 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે સપા આ પ્રદેશમાં 2-6 બેઠકો પર ઘટે તેમ લાગે છે. બસપાના ખાતામાં 0 થી 1 સીટ જઈ શકે છે, આ પ્રદેશમાં કોંગ્રેસ અને અન્યની પણ આવી જ હાલત છે.


બુંદેલખંડ પ્રદેશમાં કોની પાસે કેટલી બેઠકો છે? (કુલ બેઠકો-19)


ભાજપ+ 13-17
SP+ 2-6
બસપા 0-1
કોંગ્રેસ- 0-1
અન્ય-0-1


અવધ પ્રદેશમાં કાંટે કી ટક્કર છે. આ સર્વેમાં ભાજપને 118 સીટોમાંથી 71-75 સીટો મળી શકે છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીને 41-45 બેઠકો મળવાની આશા છે. અહીં પણ બસપાના હાથ ખાલી છે અને માત્ર 1-3 બેઠકો મળવાની સંભાવના છે. કોંગ્રેસ અને અન્યના ખાતામાં આ પ્રદેશમાં 0-1 સીટો આવી શકે છે.


અવધ પ્રદેશમાં કોની પાસે કેટલી બેઠકો છે? (કુલ બેઠકો-118)
ભાજપ+ 71-75
SP+ 41-45
બસપા 1-3
કોંગ્રેસ- 0-1
અન્ય- 0-1


અવધ રીઝનમાં કેટલો નફો કેટલુ નુકસાન  ( કુલ સીટ-118)
                      ડિસેમ્બર           જાન્યુઆરી         ફેબ્રુઆરી 
BJP+               72-76             71-75             71-75
SP+                 38-42             40-44             41-45
BSP                  2-6                 0-2                1-3
Congress-             0-2                  0-2                  0-1
Others-               0-2                 0-2                0-1