Desh Ka Mood: વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને હવે 1 વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્રમાં ફરી એકવાર કોની સરકાર રચાશે અને શું મોદી સરકારના બીજા કાર્યકાળના કામકાજથી જનતા ખુશ છે? તેને લઈને હાથ ધરવામાં આવેલા એબીપી ન્યૂઝના સર્વેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.



એબીપી ન્યૂઝે મેટ્રિઝ સાથે મળીને એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં 10 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામને અલગ-અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરી કેવી છે? આ સવાલના જવાબમાં લોકોએ ચોંકાવનારા જવાબો આપ્યા હતાં.

આ મામલે 37 ટકા લોકોનું માનવું છે કે, કેન્દ્ર સરકારની કામગીરી ખૂબ જ સારી છે. તો 41 ટકા લોકો માને છે કે, કેન્દ્ર સરકારનું કામકાજ સંતોષકારક છે. જ્યારે 22 ટકા લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકારનું કામ ખૂબ જ ખરાબ છે.
ઉત્તર પ્રદેશને લઈને ચૂંટણી પ્રશ્ન!

એબીપી ન્યૂઝે મેટ્રિસે સાથે મળીને આ સર્વે ખાસ કરીને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ માટે હાથ ધર્યો હતો. રાજનૈતિક દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મજબૂત રાજ્ય છે. કારણ કે લોકસભાની 80 જેટલી બેઠકો અહીંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં અભૂતપૂર્વ જીત મેળવી હતી અને કેન્દ્રમાં સત્તા રચી હતી.

આગામી લોકસભા ચૂંટણી અંગે સર્વે

જ્યારે આ સર્વે 2024ની આગામી લોકસભા ચૂંટણીને લઈને હાથ ધરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ભાજપ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વધુમાં વધુ લોકસભા બેઠકો જીતવા માટે પોતપોતાના સમીકરણો પર કામ કરી રહી છે.

વિપક્ષી એકતાની તૈયારી

ઉલ્લેખનીય છે કે, જ્યાં ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. જ્યારે વિરોધ પક્ષો એક મંચ પર એકસાથે આવીને ચૂંટણી લડવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, દિલ્હી-પંજાબમાં આમ આદમી પાર્ટી અને તેલંગાણામાં ભારતીય રાષ્ટ્ર સમિતિ ભાજપને ઘેરવાની પટકથા તૈયાર કરી રહી છે.

Mood Of The Nation : તો શું સાચે જ તુટી રહ્યો છે મોદી-શાહ મેજીક? ભાજપ માટે ચિંતાજનક સર્વે

વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીનું કાઉડાઉન અત્યારથી જ શરૂ થઈ ગયું છે. રાજકીય પક્ષોએ સોગઠાબાજી ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને તાજેતરમાં લોકસભા ચૂંટણીને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેના આંકડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી માટે ચિંતાજનક છે. સર્વેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો સૌથી મોટો ચમત્કા નબળો પડી રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે.

સર્વે સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં ભાજપનું ટેન્શન વધારતા મુદ્દાઓને સમજતા પહેલા તેના મુખ્ય તારણો જાણી લઈએ. સર્વે અનુસાર 52 ટકા વોટ સાથે પીએમ મોદી આગામી લોકસભા ચૂંટણી માટે પહેલી પસંદ છે. ત્યાર બાદ અમિત શાહ 26 ટકા સાથે બીજા નંબર પર છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ (25 ટકા) અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (16 ટકા) છે.