PM Narendra Modi Security Breach In Karnataka: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી એક વખત ચૂક સામે આવી છે. પીએમ મોદીના કર્ણાટક પ્રવાસ દરમિયાન શનિવારે (25 માર્ચ)ના રોજ આ ચૂક સામે આવી હતી. જ્યારે પીએમ મોદીની કાર દાવણગેરેથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક તેમની કાર પાસે પહોંચ્યો હતો. પીએમના રોડ શો દરમિયાન યુવક કાફલામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓએ તરત જ યુવકને પકડી લીધો હતો. યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ત્રણ મહિનામાં બીજી વખત પીએમ મોદીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. જાન્યુઆરીમાં કર્ણાટકના હુબલીમાં એક બાળક રોડ શો દરમિયાન પીએમ મોદીની નજીક આવ્યો હતો.