ABP Southern Rising Summit 2023: ABP નેટવર્કના સ્પેશિયલ પ્રોગ્રામ ધ સધર્ન રાઇઝિંગ સમિટ 2023માં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિને સીમાંકન અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જો 2026માં સીમાંકન થશે તો તેનાથી દક્ષિણના રાજ્યોને ભારે નુકસાન થશે.


અમને સજા આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે


તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, 1970માં કેન્દ્ર સરકારે વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા માટે કાર્યક્રમો શરૂ કર્યા હતા. અમે (દક્ષિણ રાજ્યો) તેને સારી રીતે અમલમાં મૂક્યો. જ્યારે અન્ય રાજ્યોએ આવું ન કર્યું. આજે તેનો ઉપયોગ દક્ષિણના રાજ્યો સામે થઈ રહ્યો છે. સીમાંકન દ્વારા સારું કામ કરવા બદલ દક્ષિણના રાજ્યોને સજા આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.


 






આ દક્ષિણના રાજ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ છે


તેમણે કહ્યું કે, જો લોકસભાની સીટો વધાર્યા વગર સીમાંકન થશે તો અમે આઠ સીટો ગુમાવીશું. આવી સ્થિતિમાં તામિલનાડુની 39 લોકસભા સીટો ઘટીને 31 થઈ જશે. અમે સીમાંકન પ્રક્રિયાથી બે વર્ષ દૂર છીએ. આવી સ્થિતિમાં જો સીમાંકન થશે તો તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની લોકસભાની બેઠકો ઘટી જશે. આ દક્ષિણના રાજ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ છે.


ઉધયનિધિ સ્ટાલિને શું કહ્યું?
ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે, અમારા સીએમ (એમકે સ્ટાલિને) સીમાંકનને તેમના ગળા પર લટકતી તલવાર ગણાવી છે. મને આશા છે કે રાજ્યોના અધિકારોની હિમાયત કરતા પક્ષો આનો વિરોધ કરશે. હું તમને ખાતરી આપું છું કે ડીએમકે આમાં સૌથી આગળ હશે. તેમણે વધુમાં કહ્યું કે 1960ના દાયકામાં જ્યારે સત્તાવાર ભાષામાંથી અંગ્રેજીને હટાવીને હિન્દી ભાષા લાદવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ડીએમકેએ તેનો વિરોધ કર્યો હતો. આ સિવાય સ્ટાલિને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ રાજ્ય સરકારના કામમાં વિઘ્ન ઉભુ કરવા રાજ્યપાલને મોકલે છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial