અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ચંદ્રનગરથી છત્રપુર તરફ ત્રણ લોકો મોટરસાયકલ પર આવી રહ્યા હતા. પૂર ઝડપે આવતી સ્કોર્પિયોએ ત્રણ બાઇકોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તા પર લાશનો ઢગલો થઇ ગયો હતો.
આ અકસ્માતમાં ચાર બાળકો, બે મહિલાઓ અને 2 પુરુષોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ મૃતકોના મૃતદેહોને આરોગ્ય વિભાગ અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.