અંબાલા એરબેઝ પર રાફેલ લાડાકૂ વિમાનોની પૂરી તૈયારી કરી લેવાામાં આવી છે. કારણ કે પ્રથમ ખેપ દિલ્હીથી નજીક હરિયાણાના આ બેઝ પર તૈનાત કરવામાં આવશે. રાફેલ ફાઈટર જેટની તૈનાતી માટે અંબાલા એરબેઝ પર અલગથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં હૈંગર, એર સ્ટ્રીપ અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ સામેલ છે.
ભારતીય વાયુસેનામાં રાફેલનું સામેલ થવું દક્ષિણ એશિયામાં ગેમચેન્જર માનવામાં આવે છે. કારણ કે રફાલ 4.5 જેનરેશન મીડિયમ મલ્ટરોલ એરક્રાફ્ટ છે. મલ્ટીરોલ હોવાના કારણે બે એન્જિન વાળુ રફાલ ફાઈટર જેટ એર-સુપ્રેમૈસી એટલે કે હવામાં પોતાની બાદશાહત કાયમ રાખવાની સાથે સાથે ડીપ પૈનેટ્રેશન એટલે કે દુશ્મની સરહદમા ઘૂસી હુમલો કરવા માટે સક્ષમ છે.