નવી દિલ્લી: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદી વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા આયોગને (NCW) પત્ર લખીને માંગણી કરી છે કે ગુજરાત મહિલા જાસૂસી કેસમાં પીએમ મોદી વિરુદ્ધ તપાસ કરવામાં આવે. તેમને આ મામલે પીએમ મોદીની સાથે અમિત શાહ વિરુદ્ધ પણ તપાસની માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી અને અમિત શાહ પર યુવતીની જાસૂસી કરાવવાનો આરોપ છે. કેજરીવાલે રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખને લખેલા પોતાના પત્રમાં કહ્યું, “હું તેની સાથે સંબંધિત દસ્તાવેજ અને ડિજિટલ પુરાવાઓને પણ લગાવી રહ્યો છું કે કેવી રીતે મોદી અને શાહે પોતાના કરતા અડધી ઉંમરની એક યુવા મહિલાની જાસૂસી કરી હતી. જેથી હું તમને અનુરોધ કરું છું કે આ સંબંધમાં તપાસ શરૂ કરે અને બન્ને વિરુદ્ધ દરેક સંભવ કડક કાર્યવાહી કરવામાં આવે.” કેજરીવાલે આ પત્ર રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ દ્વારા બે દિવસ પહેલા લખેલા પત્રના જવાબમાં લખ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આયોગ આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન દ્વારા એક મહિલાની સાથે છેડતીના આરોપમાં મુશ્કેલીમાં છે. પોતાના પત્રમાં કેજરીવાલે કહ્યું છે કે, તેમની સરકાર મહિલાઓ વિરુદ્ધ થતાં ગુના કરનાર લોકો ઉપર કાર્યવાહી કરવા કટિબદ્ધ છે.