જબલપુરઃ મધ્યપ્રદેશમાં અકસ્માતની એક દર્દનાક ઘટના ઘટી છે, જેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, અહીં એક જીપે એક્ટિવાને જબરદસ્ત રીતે ટક્કર મારીને હવામાં ફંગોળી દીધી છે. ખરેખરમાં મધ્યપ્રદેશના જબલપુર વિસ્તારની આ ઘટના છે. અહીં ગોરાબજાર વિસ્તારમાં નર્મદા નગરની પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી જીપે એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી, આ સાથે જ એક્ટિવા પર બેસેલો શખ્સ એટલો બધો હવામાં ફંગોળાઇને દુર જઇને પડ્યો કે તે ખરાબ રીતે ઘાયલ થઇ ગયો. આ આખી ઘટાના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જોકે આ મામલે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.  


ગોરાબજાર પોલીસ અનુસાર, નર્મદા નગર ફેસ ટૂ નિવાસી પ્રમોદ ડભોરે પોતાના દીકરા અને દીકરી સાથે એક્ટિવા લઇને જઇ રહ્યાં હતા. ત્યાં નર્મદા નગર વળાંક પર પહોંચ્યા. ડિવાઇડરની પહેલા એક્ટિવા રોકી દીધી, ત્યારે એક જીપ ચાલકે અચાનક પુરપાટ ઝડપે તેને જોરદાર ટક્કર મારી દીધી હતી. જીપ ટક્કર મારીને આગળ નીકળી ગઇ, આ ઘટનામાં પ્રમોદ અને તેનો દીકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલમાં બન્નેના ખાનગી હૉસ્પીટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે. 


જીપની ટક્કર એટલી જોરદાર હતી કે જીપ એક્ટિવાને ઢસડીને આગળ સુધી લઇ ગઇ હતી. રાહતની વાત એ છે કે ત્રણેયના જીવ બચી ગયા. જબલપુરમાં એક બેકાબૂ જીપે એક્ટિવા પર સવાર ત્રણ લોકોને ટક્કર મારી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જીપ ત્રણેયને 20 ફૂટથી વધુ અંતર સુધી ખેંચી ગઈ હતી. અકસ્માતમાં એક્ટિવા સવાર પિતા અને દીકરા-દીકરીને ઇજા પહોંચી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જીપ એક્ટિવા સહિત ત્રણેયને દૂર સુધી ઢસડી ગઈ હતી. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.