અભિનેતા એઝાઝ ખાન સાથે પૂછપરછ બાદ અન્ય ટીવી કલાકાર પર પણ NCBનો સંકજો કસાયો છે. તેમના ઘર પર રેડ પાડતાં મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી  આવ્યો છે. NCBએ કાર્યવાહી શરૂ કરી છે.


અભિનેતા એઝાઝ ખાન સાથે પૂછપરછ બાદ ટીવી એક્ટર (TV Actor) ગૌરવ દિક્ષિત (Gaurav Dxit)નું નામ સામે આવ્યું છે. ગૌરવના ઘરેથી MD, MDMA અને ચરસનો જથ્થો મળી આવ્યો છે.


 મુંબઇમાં ફેલાયેલા ડ્રગ્સ રેકેટ મામલે NCBએ (Narcotics Control Bureau )એ શનિવારે  મોટી કાર્યવાહી કરી હતી. NCBએ ટીવી કલાકાર ગૌરવ દિક્ષિતના ફ્લેટમાં રેડ પાડતા મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. અભિનેતા એઝાઝ ખાન સાથે પૂછપરછ બાદ ગૌરવનું નામ પણ સામે આવ્યું છે. ગૌરવના ઘરેથી MD, MDMA અને ચરસનો જથ્થો મળી આવ્યો છે. NCBએ શનિવારે રાત્રે અંધેરીના લોખંડવાલાના ફ્લેટમાં તપાસ કરાઇ હતી. તેમને ફ્લેટમાં થઇ રહેલી તલાશીની જાણ થતાં તે ફરાર થઇ ગયો હતો.



આ પહેલા બોલિવૂડ સ્ટાર એઝાઝ ખાનની NCBએ ધરપકડ કરી હતી. તેમની પણ પ્રતિબંધિત દવાઓ રાખવાના મુદ્દે ધરપકડ કરાઇ છે. એઝાઝ જેવા રાજસ્થાનથી મુંબઇ એરપોર્ટ પહોચ્યો કે તરત જ NCBએ તેની ધરપકડ કરી લીધી હતી. એઝાઝ ખાનનું નામ ડ્રગ્સ સપ્લાયર શાદાબ બટાટાની સ્ટેટમેન્ટમા સામે આવ્યું હતું.


NCBએ કહ્યું કે, એઝાઝ ખાનની વ્હોટસએપ ચેટ દ્રારા જાણકારી મળે છે કે, તે પણ ડ્રગ્સના ધંધામાં સામેલ હતો. NCBએ કોર્ટમાં જણાવ્યુ કે, એઝાઝ એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને તે તેમના પ્રભાવનો ઉપયોગ ડ્રગ્સના ધંધા માટે કરી રહ્યો છે. NCBએ બંનેની સધન પૂછપરછ કરશે.


એઝાઝ ખાનના ઘરેથી પ્રતિબંધિત દવા ALPRAZOLAM Tablet છે. જ્યારે અભિનેતાને આ ટેબલેટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, તે મારી પત્નીની ઊંઘની ગોળી છે. પત્નીને મિસકેરેજ થયા બાદ તે ડિપ્રેશનમાં હોવાથી આ ટેબલેટ લેતી હતી.


NCBએ 26 માર્ચે મુંબઇમાં અનેક જગ્યાએ રેડ પાડી હતી. જેમાં 2 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.