નવી દિલ્હીઃ ગઇકાલે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. પાંચમાંથી ચાર રાજ્યોમાં ફરી એકવાર બીજેપીએ પોતાનો દબદબા બતાવ્યો પરંતુ પંજાબ એકમાત્ર એવુ રાજ્ય રહ્યું જે બીજેપીના હાથમાં તો ના આવ્યુ પરંતુ સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પણ આને બચાવી શકી નહીં. પંજાબને લઇને લોકો સૌથી વધુ નવજોત સિંહ સિદ્ધુને ટાર્ગેટ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર લોકો સિદ્ધુને ફરી એકવાર કૉમેડી શૉ કપિલ શર્મા શૉમાં વાપસી કરવા સલાહ આપી રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર કેઆરકે એ પણ સિદ્ધુ સામે નિશાન તાક્યુ છે, અને મજાક ઉડાવતુ ટ્વીટ કર્યુ છે. 


કમાલ આર ખાને સિદ્ધુ પર કર્યો કટાક્ષ - 
જ્યારે રાજકારણની કે બૉલીવુડની વાત આવે ત્યારે કેઆરકે જરૂર ટ્વીટ કરીને મજા લેતો હોય છે, આ વખતે તેને સિદ્ધુને ટાર્ગેટ કર્યો છે. કમાલ આર ખાને ગુરુવારે ઘણા બધા બેક ટુ બેક ટ્વીટ કર્યા, અને તેને ઘણો ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. તેમની એક ટ્વીટ ચર્ચાનો વિષય બની હતી. કેઆરકેએ લખ્યું- ‘પલટીમાર નવજોત સિંહ સિદ્ધુની કારમી હાર થઇ છે. અને તેની સાથે જ તેની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે. હવે તમે નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો’માં જોઈ શકશો! કમાલ આર ખાન ઉપરાંત લોકો સિદ્ધુને જુદાજુદા મીમ્સ બનાવીને ટ્વીટર પર ટાર્ગેટ કરી રહ્યાં છે. 




સિદ્ધુની હાર થતાં અર્ચના પૂરન સિંહની ખુરશી ખતરામાં, ઇન્ટરનેટ પર સિદ્ધુની જોરદાર મજાક ઉડી, જુઓ મીમ્સ...........
નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરન સિંહ, બન્ને કૉમેડિયન કપિલ શર્મા શૉમાં સ્પેશ્યલ જજ રહી ચૂક્યા છે. હવે આ ટૉપિકને લઇને લોકો કહી રહ્યાં છે સિદ્ધુની હાર થતાં જજ તરીકે હવે અર્ચના પૂરન સિંહની ખુરશી ખતરામાં પડી જશે. કેમ કે સિદ્ધુ હવે રાજકારણ છોડીને ફરીથી કૉમેડિયન શૉના જજ તરીકે વાપસી કરી શકે છે. આવા ફની મીમ્સ ટ્વીટર પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે. જુઓ......  


ટ્વીટર યૂઝર્સને કહેવુ છે કે અર્ચના પૂરન સિંહ માટે આ મુશ્કેલ અને પરેશાનીનો સમય છે, કેમ કે તેમની કપિલ શર્મા શૉની ખુરશી છીનવાઇ જવાની છે. યૂઝર્સનુ કહેવુ છે કે ચૂંટણી હાર્યા બાદ ધ કપિલ શર્મા શૉમાં સિદ્ધુ વાપસી કરશે. તેમનુ રાજકારણ હવે ખતમ થઇ ગયુ છે. 


 


આ પણ વાંચો......... 


ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ


વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ


Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે


Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ


Post Office Recruitment 2022: 10 પાસ માટે પોસ્ટલ વિભાગમાં ભરતી બહાર પડી, સરકારી નોકરી સાથે આકર્ષક પગાર મેળવવાની તક


પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર