ICRA Alert: વિશ્વમાં હાલ સ્થિતિ એકદમ ગંભીર બની રહી છે. રશિયા - યૂક્રેન યુદ્ધ હજુ બંધ થવાનુ નામ નથી લઇ રહ્યું. આ બધાની વચ્ચે દુનિયાના દેશોમાં માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રેટિંગ એજન્સી ઇક્રાએ કહ્યું કૈ મજબૂત માંગ અને પૂરવઠાના સંકટના ડરની વચ્ચે વૈશ્વિક ભંડારના સ્તરમાં આવેલી કમીથી એલ્યૂમિનિયમની કિંમતોમાં હજુ વધારો ઝડપથી થશે.
એલ્યૂમિનિયમની વૈશ્વિક વેપારમાં રશિયાની ભાગીદારી લગભગ 12 ટકા છે. રશિયાના એલ્યૂમિનિયમ નિકાસ પર પણ જો પ્રતિબંધ લગાવવામા આવે છે, તો આનાથી પૂરવૉઠાનુ સંકટ વધુ તીવ્ર થશે. ઇક્રાએ કહ્યું કે, પૂવરઠાની કમીથી આખી દુનિયામાં આની ઉપલબ્ધતા અસર પડશે અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી કિંમતો વધતી જ રહેશે.
માર્ચના પહેલા અઠવાડિયામાં એલ્યૂમિનિયમની કિંમતોમાં ઓલટાઇમ હાઇ પર છે. ઇક્રાએ કહ્યું કે, માર્ચના પહેલા અઠવાડિયામાં એલ્યૂમિનિયમની કિંમતો સર્વકાલિક ઉચ્ચત્તમ સ્તર એટલે કે 3,875 ડૉલર પ્રતિ ટન પર પહોંચી ગઇ અને હાલમાં આની કિંમત 3,320 ડૉલર પ્રતિ ટન છે. આની કિંમતોમાં વૈશ્વિક પુરવઠામાં આવેલી કમીનુ સબૂત છે. આના ઉપરાંત યૂરોપીય દેશોમાં એલ્યૂમિનિયમની કિંમતોમાં પણ વૈશ્વિક માર્કેટમાં આની કિંમતોનુ કારણ છે. યૂરોપીય માર્કેટમાં આની કિંમત સપ્ટેમ્બર 2021માં ત્રણ ગણી વધુ થઇ ચૂકી છે.
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર