મોડલ તરીકે કરિયરની કરી શરૂઆત
પાયલે 10 ફેબ્રુઆરીએ 39મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે જાધવપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.તેણે કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. જે બાદ ફિલ્મોમાં ઓફર્સ મળવાની શરૂ થઈ હતી. પાયલ બંગાળી સિનેમાનું જાણીતું નામ છે. તેને બે વખત બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચુક્યો છે.
પાયલે 2004માં બંગાળી ફિલ્મ Sudhi Tumiમાં સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ કરીને અભિનયમા ડેબ્યૂ કર્યુ હતું. 2006માં ફિલ્મ બિબરમાં લીડ એક્ટ્રેસનો રોલ મળ્યો હતો. જે બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મો ઉપરાંત વેબ સીરિઝમાં પણ તે નજરે પડી ચુકી છે.
પાયલ ફિલ્મ ગુડ્ડુ કી ગુનમાં બોલિવૂડ એકટર કુનાલ ખેમુ સાથે કામ કરી ચુકી છે. તેણે Sharate Aaj,Shobdo Jobdo અને ismatc Season 3 જેવી વેબસીરિઝમાં કામ કર્યુ છે. વેબ સીરિઝ ઉપરાંત તેણે લવ સ્ટોરી, વક્ત બતાયેગા કૌન અપના કૌન પરાયા, શકુંતલા અને લેડી સ્પેશિયલ જેવા ટીવી શોઝમાં પણ કામ કર્યુ છે.
Coronavirus: દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, દોઢ મહિના પછી આટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
કોરોના કાળમાં ક્રિકેટના મેદાન પર આટલી મોટી સંખ્યામાં જોવા મળ્યા પ્રશંકો, જુઓ વિશ્વના સૌથી મોટા Narendra Modi Stadium ની તસવીરો