જેએનયૂ કેમ્પસમાં કન્હૈયા કુમાર રવિવારે થયેલી હિંસાની વિરૂદ્ધમાં એક પ્રદર્શનમાં આઝાદીના નારા લગાવી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક દીપિકા પાદૂકોણ પહોંચી હતી અને વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થી અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મુલાકાત પણ કરી હતી. તેમણે મીડિયા સાથે કોઈ વાત નહોતી કરી અને પરત ફરી હતી.
ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે સાત વાગેયે સાબરમતી હોસ્ટેલની બહાર 200 લોકોની ભીડ એકઠી થઈ હતી. તમામે પોતાના મોઢા પર રૂમાલ બાંધી રાખ્યા હતા. આ બુર્ખાધારીઓે હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. આ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે. પોલીસે હવે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. જેની તપાસ ક્રાઈમ બ્રાંચ કરી રહ્યું છે.