નવી દિલ્હી: દેશનો GDP દર ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં ઘટીને પાંચ ટકા રહેશે તેવું અનુમાન છે. સરકારી આંકડામાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પહેલા નાણાકીય વર્ષ 2018-19માં આર્થિ વૃદ્ધિ દર 6.8 ટકા રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે(સીએસઓ) મંગળવારે દેશની આવકનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૃદ્ધિ દરમાં ઘટાડો થવાનું છે. નાણાકીય વર્ષમાં ઉત્પાદન ક્ષેત્રે વૃદ્ધિ દર ઘટનીને બે ટકા રહેવાનું અનુમાન છે. આ પહેલા ગત નાણાકીય વર્ષમાં આ 6.2 ટકા રહ્યો હતો. એક અનુમાન મુજબ કૃષિ, નિર્માણ અને વીજળી, ગેસ અને પાણી પુરવઠો જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ દર પણ નીચે આવશે. જ્યારે ખનીજ જેવા ક્ષેત્રમાં વૃદ્ધિ દરમાં સામાન્ય સુધારાનું અનુમાન છે.