Actress Jaya Bacchan : બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ગુસ્સાને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક પાપારાઝી પર તો ક્યારેક તેના ચાહકો પર. પરંતુ મોટાભાગે લોકોને તેમનું વર્તન ગમતું નથી અને અણછાજતું લાગે છે. ઘણી વખત જયા બચ્ચન પોતાના ગુસ્સા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. આ ઘટનાક્રમમાં ફરી એકવાર રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનો ગુસ્સાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ટ્વિટર પર લોકો સમાજવાદી પાર્ટીના સાંસદના આ વર્તનની આકરી ટીકા કરી રહ્યા છે. વાયરલ વીડિયો 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની કાર્યવાહીનો છે. અદાણી કેસ પર સંસદમાં હોબાળા વચ્ચે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રજની પાટીલને સ્પીકરની સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ ચાલુ બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જયા બચ્ચને કોંગ્રેસના સાંસદના સમર્થનમાં વાત કરતા કહ્યું હતું કે, તેમને પોતાની વાતનો ખુલાસો રજૂ કરવાની તક પણ આપવામાં આવી નથી. આ દરમિયાન જયા બચ્ચને અધ્યક્ષને આંગળી પણ દેખાડી દીધી હતી જેઅસંસદીય હતું.
સંસદની ક્લિપ વાયરલ થયા બાદ લોકો ઉગ્ર કમેન્ટ પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરીને એક ટ્વિટર યુઝરે જયા બચ્ચનને ઘમંડી કહ્યા અને લખ્યું હતું કે, જયા બચ્ચન હંમેશા ગુસ્સામાં કેમ રહે છે. બીજાએ ટ્વિટ કર્યું, જયા બચ્ચન ફરી ઘમંડ બતાવી રહ્યા છે અને સંસદમાં સજાવટની રેખા પાર કરી રહ્યા છે.
આ સિવાય એક યુઝરે લખ્યું કે, શું જયા બચ્ચન ક્યારેય ખુશ હોય છે? તેમના ચહેરા પર કાયમ ગુસ્સો જ હોય છે, તે હંમેશા જાહેરમાં લડે જ છે. તે પોતાની ફિલ્મોમાં હંમેશા ક્યૂટ સ્માઈલિંગ ગર્લ તરીકે દેખાય છે. મને આશ્ચર્ય થાય છે કે, એવું તે શું છે કે તેમને આટલું કડવું બનાવે છે.'
શિવસેનાએ સામનામાં જયા બચ્ચન વિશે શું લખ્યું ને કોણે ગંગા જેવી પવિત્ર ગણાવી, જાણો વિગતે
સંસદના મૉનસૂન સત્રના પહેલા બીજેપી સાંસદ રવિ કિશન દ્વારા બૉલીવુડમાં વધી રહેલા ડ્રગ્સના ઉપયોગના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો, આ મુદ્દે જયા બચ્ચને રવિ કિશનનુ નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો જે થાળીમાં ખાય છે, તે થાળીમાં છેદ કરે છે. કંગના રનૌતે જયા બચ્ચનના આ નિવેદનની નિંદા કરી હતી. હવે શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનામાં જયા બચ્ચનુ સમર્થન કર્યુ છે.
શિવસેનાના મુખપત્ર સામનાના એડિટૉરિયલમાં લખ્યું છે - હિન્દુસ્તાનનુ સિને જગત પવિત્ર ગંગા જેવુ નિર્મલ છે, એવો દાવો કોઇ નહીં કરે. પરંતુ જેવા કે કેટલાક ટીનપાટ કલાકાર દાવો કરે છે કે સિનેજગત ગટર છે, એવુ પણ ના કહી શકાય. શ્રીમતી જયા બચ્ચને સંસદમાં આ પીડાને વ્યક્ત કરી છે. સામનામાં આગળ લખ્યું જયા બચ્ચને કહ્યુ કે, જે લોકો સિનેમા જગતથી નામ પૈસા બધુ કમાયા. તે હવે આ ક્ષેત્રને ગટરની ઉપમા આપી રહ્યાં છે. હું આનાથી સહમત છુ. શ્રીમતી જયા બચ્ચનના આ વિચાર જેટલા મહત્વપૂર્ણ છે, એટલા જ બેબાક છે. આ લોકો જે થાળીમાં ખાય છે તે જ થાળીમાં છેદ કરે છે. આવા લોકો પર જયા બચ્ચને હુમલો કર્યો છે. જયા બચ્ચનના આ નિવેદન પર બૉલીવુડ ક્વિન કંગના રનૌતે આપત્તિ દર્શાવી હતી, બાદમાં રવિ કિશને પણ આ મુદ્દે જયા બચ્ચને જવાબ આપ્યો હતો.