ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ની ચોથી ભ્રમણકક્ષા પરિવર્તન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ શુક્રવારે (15 સપ્ટેમ્બર) મોડી રાત્રે આ પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે થ્રસ્ટર્સને થોડા સમય માટે ફાયર કરવામાં આવ્યા હતા. ઈસરોએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગ્લોર અને પોર્ટ બ્લેર સ્થિત ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મિશનની પ્રગતિ પર નજર રાખવામાં આવી હતી. નોંધનીય છે કે હવે 19 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તેને લેગ્રેન્જ પોઈન્ટ L1ની ભ્રમણકક્ષામાં મુકવા માટે ભ્રમણકક્ષા વધારવામાં આવશે.                           


આ પહેલા પણ ત્રણ વખત અર્થ-બાઉન્ડ ફાયર કરાયુ છે


અગાઉ, ઈસરોએ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે ત્રીજી વખત આદિત્ય એલ1 અવકાશયાનની ભ્રમણકક્ષા વધારી હતી. ત્યારબાદ તેને પૃથ્વીથી 296 કિમી x 71,767 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું. તે પહેલા 3 સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ1 એ પ્રથમ વખત સફળતાપૂર્વક ભ્રમણકક્ષા બદલી હતી. ઈસરોએ સવારે લગભગ 11.45 વાગ્યે માહિતી આપી હતી કે આદિત્ય એલ-1નું અર્થ બાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. જેની મદદથી આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલી હતી. ઇસરોએ 5 સપ્ટેમ્બરના રોજ બીજી વખત તેની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. ઈસરોએ પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય-એલ1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ વિતાવશે. આ સમયગાળા દરમિયાન પાંચ વખત આદિત્ય-L1 ની ભ્રમણકક્ષા બદલવા માટે અર્થ બાઉન્ડ ફાયર કરાશે.


આ મહિને લોન્ચ કરવામાં આવ્યુ હતું


ભારતીય અવકાશ એજન્સી ISRO એ 2 સપ્ટેમ્બરે ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 લોન્ચ કર્યું હતું. ISRO એ PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ ઉડાન ભરશે.


આદિત્ય-એલ1 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે


માહિતી અનુસાર, આદિત્ય-L1 અવકાશયાનને સૌર કોરોના (સૂર્યના સૌથી બહારના સ્તરો)ના દૂરસ્થ અવલોકન માટે અને L-1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનું અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે