નવી દિલ્લી: 


જીએસટી બિલથી શું થશે ફાયદો?

- જીએસટી બિલથી સૌથી મોટો ફાયદો એ થશે કે તે અમલમાં આવતા જ અલગ અલગ પ્રકારના બિલમાંથી છુટકારો મળશે.

- અમુક વસ્તુઓને છોડીને દરેક પ્રકારની ખરીદી પર એક જ પ્રકારનો ટેક્સ ભરવો પડશે. એટલે કે કોઈ પણ વસ્તુ બીજા રાજ્યમાં સસ્તી કે મોંઘી મળી રહી છે તો આ બિલ અમલમાં આવતા દરેક જગ્યાએ વસ્તુનો ભાવ સરખો રહેશે.

- દુકાનદાર-વેપારીઓને બહારથી માલસામાન મગાવશે તો અલગ અલગ ટેક્સ ભરવાના રહેશે નહીં તેમજ વસ્તુ સસ્તી પણ થશે અને લોકોને પણ ઓછા ભાવમાં તે મળશે

- બિલ પાસ થતાં જ એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ, મનોરંજન ટેક્સથી છુટકારો મળશે. જો કે થોડા દિવસ સુધી પેટ્રોલ, ડિઝલ, રસોઈ ગેસ, કેરોસીન પર રાજ્ય પોતાની રીતે ટેક્સની ફોર્મૂલા ચાલુ રાખશે. દિલ્લીમાં પેટ્રોલ ઉત્તરપ્રદેશથી સસ્તુ મળે છે તો હાલ પૂરતું તે સસ્તું મળશે. દરેક જગ્યાએ ભાવ એકસમાન થવામાં થોડો સમય લાગશે.

ટેક્સ લાગુ થવાથી દેશને શું ફાયદો થશે?

- જીએસટીથી જે ટેક્સ આવશે તેનાં ભાગ કેંદ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવશે. આ ટેક્સથી ટેક્સ ચોરી બંધ થઈ જશે જેના કારણે દેશનું જીડીપી વધશે. સરકારનું કહેવું છે કે આ ટેક્સથી મોંઘવારીમાં પણ ઘટાડો થશે.

- રાજ્યસભામાં આ બિલ વિશે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા સંસદમાં ટીએમસી, બીજેડી જેવા મોટા પક્ષે આ બિલને લઈને વિરોધ કર્યો હતો. જયલલિતાની પાર્ટી પણ જીએસટી બિલની વિરુદ્ધમાં છે. કોંગ્રેસનું કહેવું છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં સામાન લઈ જવા માટે વધારાનો એક ટકા ટેક્સ પણ લગાવવામાં ના આવે.

- કોંગ્રેસ ટેક્સનો મહત્તમ દર 18 ટકા રાખીને બંધારણમાં તેનો સમાવેશ કરવા ઈચ્છે છે પરંતુ સરકાર આ વાતને લઈને સહમત નથી. જે રીતે ટેક્સ નક્કી કરવામાં આવશે તેમાંથી કેંદ્ર અને રાજ્ય સરકારને અડધો અડધો ટેક્સ મળશે. અને જે રાજ્યને ટેક્સમાં નુકસાની થશે તેમને રાહત પેકેજ પણ આપવામાં આવશે.