ભારત સરકારના વિદેશ મંત્રાલયે કંબોડિયા અને લાઓસની મુસાફરી કરતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે એકવાર ફરી પોતાના નાગરિકોને લાઓસ અને કંબોડિયા સહિત દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં સ્કેમર્સ તરફથી નોકરી આપવામાં થઇ રહેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી હતી. નોમ પેન્હ અને લાઓસમાં ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરાયેલી એડવાઇઝરીમાં સરકારે ક્ષેત્રમાં એક્ટીવ નકલી એજન્ટો અંગે ચેતવણી આપી છે. આ એજન્ટો આકર્ષક નોકરી આપવાના નામે વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે.






વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે તમામ ભારતીય નાગરિકો કે જેઓ કંબોડિયા અને દક્ષિણપૂર્વ એશિયાઈ પ્રદેશમાં નોકરી માટે જઇ રહ્યા છે, તેઓને સલાહ આપવામાં આવે છે કે આ પ્રદેશમાં ઘણા નકલી એજન્ટો કાર્યરત છે, જેઓ ભારતમાં એજન્ટો સાથે મળીને લોકોને કૌભાંડ આચરનારી કંપનીઓમાં સામેલ કરવાની લાલચ આપી રહ્યા છે જે ખાસ કરીને સાયબર ગુનાઓમાં સામેલ છે.


તાજેતરની એડવાઈઝરીમાં, સરકાર ખાસ કરીને કંબોડિયામાં શંકાસ્પદ નોકરીની ઓફર સામે ચેતવણી આપે છે, જ્યાં કૌભાંડી કંપનીઓ, ઘણીવાર સાયબર ગુનાઓમાં સામેલ હોય છે, અસંદિગ્ધ પીડિતોનું શોષણ કરે છે. એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ભારતીયોને કથિત રીતે લાઓસમાં, ખાસ કરીને ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં નોકરીની ઓફરોથી લલચાવવામાં આવે છે.


નવી એડવાઇઝરીમાં સરકારે ખાસ કરીને કંબોડિયામાં સંદિગ્ધ નોકરીની ઓફર સામે ચેતવણી આપી હતી. અહી છેતરપિંડી આચનારી કંપનીઓ સાયબર ગુનાઓમાં સામેલ હોય છે. આ કંપનીઓ પીડિતોનું શોષણ કરે છે. એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ભારતીયોને કથિત રીતે લાઓમાં ગોલ્ડન ટ્રાયંગલ વિશેષ આર્થિક ક્ષેત્રમાં નોકરીની લાલચ આપવામાં આવે છે.


'ડિજિટલ સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ' અને 'કસ્ટમર સપોર્ટ સર્વિસ' જેવા પદો માટે આ નકલી ઓફર સારા પગાર, રહેવાની સગવડ અને વિઝા સુવિધા સહિતની આકર્ષક સુવિધાઓ સાથે આપવામાં આવે છે. જો કે, લોકો પાછળથી અહી શારીરિક અને માનસિક ત્રાસનો સામનો કરે છે.


વિદેશ મંત્રાલયે કહ્યું કે જે કોઇ પણ વ્યક્તિ કંબોડિયામાં નોકરી કરે છે તેઓ ફક્ત ભારતીય વિદેશ મંત્રાલય દ્ધારા માન્ય એજન્ટો મારફતે કરવું જોઇએ. નોકરી ઇચ્છતા લોકો cons.phnompenh@mea.gov.in અને yisa.phnompenh@mea.gov.in ઇમેઇલ આઇડીના માધ્યમથી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.