કોરોનાની વચ્ચે ભારતમાં આવ્યો આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ, આસામમાં 2500 ભૂંડોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 May 2020 09:34 AM (IST)
આસામ સરકારે રવિવારે કહ્યું કે રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે, અને આસામમાં આનાથી 306 ગામડાઓમાં 2500થી વધુ ભૂંડોને મારવામાં આવી ચૂક્યા છે
ગુવાહાટીઃ કોરોનાના કેર વચ્ચે દેશમાં એક બીજી મોટી આફત, આવી છે. આસામ સરકારે રવિવારે કહ્યું કે રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે, અને આસામમાં આનાથી 306 ગામડાઓમાં 2500થી વધુ ભૂંડોને મારવામાં આવી ચૂક્યા છે. આ અંગે આસામના પશુપાલન અને પશુ ચિકિત્સકા મંત્રી અતુલ બોરાએ કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રની મંજૂરી હોવા છતાં, તરતજ ભૂંડોને મારવાની બદલે આ ઘાતક સંક્રમક બિમારીને ફેલાવવાથી રોકવા માટે કોઇ બીજો રસ્તો અપનાવશે. તેમને જણાવ્યુ કે, આ બિમારીને કૉવિડ-19થી કોઇ લેવા દેવા નથી, બોરાએ કહ્યું રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા (એનઆઇએચએસએડી) ભોપાલે પુષ્ટી કરી છે કે, આ આફ્રિકન સ્વાઇન ફ્લૂ(એએસએફ) છે. કેન્દ્ર સરકારે અમને જણાવ્યુ કે આ દેશમાં આ બિમારીને પ્રથમ કેસ છે. તેમને કહ્યું કે, વિભાગ દ્વારા 2019ની ગણતરી અનુસાર ભૂંડોની કુલ સંખ્યા લગભગ 21 લાખ હતી, પણ હવે આ વધીને લગભગ 30 લાખ થઇ ગઇ છે.