નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 40 હજારને પાર પહોંચી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેસા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 40263 કોરોના વાયરસના કેસ થયા છે. જેમાં 28070 એક્ટિવ કેસ છે. જ્યારે 10886 લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે. 1306 લોકોના અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોત થયા છે.




દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારે થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2487 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે, જ્યારે 83 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં 12293 કેસ સામે આવ્યા છે અને 521 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં 1583,અંદમાન નિકોબારમાં 33, અરૂણાચલ પ્રદેશમાં એક, આસામમાં 43, બિહારમાં 482,ચંદીગઢમાં 94,છત્તીસગઢમાં 43, દિલ્હીમાં 4142 અને ગોવામાં સાત કેસ સામે આવ્યા થે, હાલ ગોવામાં તમામ દર્દીઓ સ્વસ્થ થયા છે.

આ સિવાય ગુજારતમાં 5055,હરિયામાં 394, હિમાચલપ્રદેશમાં 40, જમ્મુ કાશ્મીરમાં 666,ઝારખંડમાં 115,કર્ણાટકમાં 606,કેરલમાં 500,લદાખમાં 40, મધ્યપ્રદેશમાં 2846,મણિપુરમાં 2,મેઘાલયમાં 12, મિઝોરમમાં એક, ઓરિસ્સામાં 160,પુડુચેરીમાં 8, પંજાબમાં 772,રાજસ્થાનમાં 2772, તમિલનાડુમાં 2757,તેલંગણામાં 1063,ત્રિપુરામાં 4, ઉત્તરાખંડમાં 59,ઉત્તરપ્રદેશમાં 2626 અને પશ્ચિમ બંગાળમાં 922 દર્દીઓ કોરોના સંક્રમિત છે.

મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉનના નિયમોમાં ફેરફાર કર્યા છે અને રેડ ઝોનમાં કેટલીક દુકાનને પણ મંજૂરી આપી છે. હવે મુંબઈ અને પુણેમાં દારૂની દુકાનો ખુલશે. જો કે, મોલ્સ, હોટલો, રેસ્ટોરન્ટમાં આલ્કોહોલ મળશે નહીં.

દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની કાપસહેડાની એક બિલ્ડિંગમાં 41 કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટી થઈ હતી. હવે આ બિલ્ડિંગમાં આજે વધુ 17 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. કાપસહેડા વિસ્તારના એક મકાનમાંથી 41 કોરોના પોઝિટિવ દર્દી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો ત્યારે હવે નવા 17 કેસ સામે આવ્યા છે.