Delhi Election Result 2025:દિલ્હીની ચૂંટણીમાં બીજેપીની લહેરથી AAPનો પરાજય થયો હતો. કુલ 70 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી હતી, જ્યારે AAPને માત્ર 22 બેઠકો મળી હતી. AAPની વિરૂદ્ધ દિશામાં એવી તીવ્ર હવા ચાલી કે,.  અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ હારી ગયા. AAPએ ઘણી ભૂલો કરી જેના કારણે તેની હાર થઈ. આવો જાણીએ તેના વિશે...


Aapના હારના મુખ્ય પાંચ કારણો


શીશમહેલ અને એક્સાઇઝ કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયેલા મોટા નેતાઓ


પાણીની તંગી, ગંદુ પાણી, ગટર જામ અને તૂટેલા રસ્તાના કારણે લોકોમાં રોષ.


વિકાસના કામને અટકાવવું અને કામ પૂર્ણ ન કરવા માટે એલજીનો સામનો કરવા સાથે કેન્દ્રને જવાબદાર ઠેરવવું.


યમુનાના પાણીમાં ઝેર ભેળવવાની વાત કરતા પાર્ટીની જોરદાર હજીહત થવી


ઝૂંપડપટ્ટીના મતદારોનું વિખેરાઈ જવું અને  કોંગ્રેસ ઘણી બેઠકો પર જોરદાર લડત આપી


ભાજપની જીતના મુખ્ય પાંચ કારણો


મોદીની ગેરંટી... હું દિલ્હીને સુંદર બનાવીશ


મહિલા દિવસ પહેલા મહિલાઓના ખાતામાં 2,500 રૂપિયા આપવાની જાહેરાત


આવકવેરામાં રાહત અને કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની જાહેરાત


છ મહિના પહેલાથી ઝૂંપડપટ્ટીમાં ભાજપના નેતાઓનું જનસંપર્ક અભિયાન


AAP સરકારના ભ્રષ્ટાચારને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં ભાજપ સફળ થયું


ભાજપે અહીં લીડ મેળવી હતી


અનુસૂચિત જાતિ અને મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો સિવાયના તમામ ક્ષેત્રોમાં વિજય


ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ અને ગ્રામ્ય વિસ્તારોનો વિશ્વાસ મેળવ્યો, ફાયદો થયો


મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગમાં પણ પાર્ટીને જબરદસ્ત લાભ મળ્યો.


કોંગ્રેસે પણ AAPને પહોંચાડ્યું નુકસાન


કોંગ્રેસ પાર્ટીએ પણ આમ આદમી પાર્ટીને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. દિલ્હીથી કોંગ્રેસને વિદાય આપનાર AAPને તેના કારણે 14 બેઠકોનું નુકસાન થયું છે. કેજરીવાલ અને સિસોદિયા સહિતના ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના ઉમેદવારોના વોટ કટિંગને કારણે હારી ગયા. જો બંને પક્ષોએ ગઠબંધન કર્યું હોત તો રાજકીય ચિત્ર અલગ હોત.