નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટે જોતા રેલવે અને બસ સેવાઓ 3 મે બાદ પણ ચાલુ નહીં કરવામાં આવે. માત્ર એરલાઇન્સ જ શરૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીઓના સમૂહની બેઠકમાં આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના અભિપ્રાય બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ મંત્રીઓનું સમૂહ રેલવે શરૂ કરવાના પક્ષમાં નથી. તેમનું માનવું છે કે રેલ ગાડીમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું કડક પાલન શક્ય નથી. સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયા તથા અન્ય ખાનગી એરલાઇન્સને 3 મે બાદ બુકિંગ ન કરવા કહેવામાં આવ્યું છે.
દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15707થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 507 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 12969 એક્ટિવ દર્દીઓ છે જ્યારે 2230 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
કયા રાજ્યમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ ?
આંધ્રપ્રદેશ- 603, અંદમાન નિકોબાર-14, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-86, ચંદીગઢ-86, છત્તીસગઢ-36, દિલ્હી-1893, ગોવા-7, ગુજરાત- 1376, હરિયાણામાં-225, હિમાચલ પ્રદેશ -39, જમ્મુ કાશ્મીર-341, ઝારખંડ-34, કર્ણાટક- 384, કેરળ-400, લદાખ-18, મધ્યપ્રદેશ-1407, મહારાષ્ટ્ર- 3651, મણિપુર-2, મેઘાલય-11, મિઝોરમ-1, ઓડિશા-61, પોંડીચેરી-7, પંજાબ-202, રાજસ્થાન-1351, તમિલનાડુ-1372, તેલંગણા-809, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-42, ઉત્તર પ્રદેશ-969 અને પશ્ચિમ બંગાળ-310 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
3 મે બાદ પણ નહીં શરૂ થાય રેલવે અને એર લાઇન્સ, સ્વાસ્થ્ય મંત્રાલય લેશે અંતિમ ફેંસલોઃ સૂત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Apr 2020 11:09 AM (IST)
હાલ મંત્રીઓનું સમૂહ રેલવે શરૂ કરવાના પક્ષમાં નથી. તેમનું માનવું છે કે રેલ ગાડીમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું કડક પાલન શક્ય નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -