નવી દિલ્હી:  દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1572 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 507 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 12974 એક્ટિવ દર્દીઓ છે જ્યારે 2230 લોકો સ્વસ્થ થઈ ગયા છે.


કયા રાજ્યમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ ?
આંધ્રપ્રદેશ- 603, અંદમાન નિકોબાર-14, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-86, ચંદીગઢ-86, છત્તીસગઢ-36, દિલ્હી-1893, ગોવા-7, ગુજરાત- 1376, હરિયાણામાં-225, હિમાચલ પ્રદેશ -39, જમ્મુ કાશ્મીર-341, ઝારખંડ-34, કર્ણાટક- 384, કેરળ-400, લદાખ-18, મધ્યપ્રદેશ-1407, મહારાષ્ટ્ર- 3651, મણિપુર-2, મેઘાલય-11, મિઝોરમ-1, ઓડિશા-61, પોંડીચેરી-7, પંજાબ-202, રાજસ્થાન-1351, તમિલનાડુ-1372, તેલંગણા-809, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-42, ઉત્તર પ્રદેશ-969 અને પશ્ચિમ બંગાળ-310 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.

કોરોના વાયરસથી કયા રાજ્યમાં કેટલા મોત થયા ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાના અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 211 લોકોનાં મોત થયા છે. મધ્યપ્રદેશમાં-70, ગુજરાતમાં 53, તેલંગણામાં 18, દિલ્હીમાં 42, પંજાબમાં 13, પશ્ચિમ બંગાળ 12, કર્ણાટકમાં 14, ઉત્તર પ્રદેશ 14, કેરળ-3, જમ્મુ-કાશ્મીરમાં 5, આંધ્રપ્રદેશ 15, બિહાર -2, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક એક મોત અને તમિલનાડુમાં 15નાં મોત થયા છે.



સરકારના આંકડા અનુસાર કુલ સંક્રમિત કેસમાંથી 4291 કેસ જમાત સાથે જોડાયેલા છે. આ કુલ મામલા 30 ટકા જેટલા છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 14792 થઈ છે.

પોઝિટિવ કેસને રાજ્ય પ્રમાણે જોવામાં આવે તો તબ્લીગી જમાતના સૌથી વધુ સંક્રમણ દર આસામમાં સામે આવ્યું છે. આસામમાં કુલ કેસ પૈકી 91 ટકા જમાત સાથે જોડાયેલા છે. બીજા નંબરે તમિલનાડુ છે અહીં 84 લોકો જમાત સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તેલંગણામાં 79 ટકા, અંદમાન નિકોબારમાં 83 ટકા, દિલ્હીમાં 63 ટકા, આંધ્રપ્રેદશમાં 61 ટકા અને ઉત્તરપ્રદેશમાં કુલ મામલાના 59 ટકા જમાત સાથે જોડાયેલા છે.