Womens Free Bus Pass in Andhra Pradesh: આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સરકારે 15 ઓગસ્ટ 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
રામપ્રસાદ રેડ્ડીએ કહ્યું કે આ પહેલ એ મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક છે જેમણે આંધ્રપ્રદેશમાં અમારી મહાન જીતમાં અમને ટેકો આપ્યો. અમે આ યોજનાને રાજ્યભરની તમામ મહિલાઓ સુધી પહોંચાડવામાં ખુશ છીએ. અમારી સરકારની ફિલસૂફી સરળ છે. અમારી સફળતામાં યોગદાન આપનારાઓને પાછું આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
'સરકારી તિજોરી પર 3,500 કરોડ રૂપિયાનો બોજ પડશે'
પરિવહન મંત્રીએ કહ્યું કે, આ સેવા તમામ પલ્લે-વેલુગુ, લક્ઝરી અને અલ્ટ્રા-લક્ઝરી બસોમાં ઉપલબ્ધ હશે, જે રાજ્યભરમાં મહત્તમ કવરેજ ધરાવશે., સરકારના આ નિર્ણય અંગે, અધિકારીઓએ જણાવ્યું હતું કે મફત બસ યોજના સરકારી તિજોરી પર 3,500 કરોડ રૂપિયાનો બોજ પાડશે.
5 ઓગસ્ટથી શરૂ થનારી આ યોજના, મે 2024 ની ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવેલી ચૂંટણી સુપર સિક્સ ગેરંટીનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે તેલંગાણાની રેવંત રેડ્ડી યોજનાએ પણ આવી જ નીતિ લાગુ કરી છે.
પરિવહન મંત્રીએ શું કહ્યું?
પરિવહન, યુવા બાબતો અને રમતગમત મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ કહ્યું કે લગભગ 25 લાખ મહિલાઓ, જેમાંથી મોટાભાગની ખેત, મજૂર અને રોજંમદારી મજૂર છે, તેમને આ યોજનાનો લાભ મળશે. તેમણે કહ્યું કે, મફત પરિવહન પૂરું પાડવાથી તેમની ગતિશીલતા વધે છે, તેઓ લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. નવી તકો શોધી શકે છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ અધિકારીઓને ભવિષ્યમાં ફક્ત એસી ઇલેક્ટ્રિક બસો ખરીદવાનો નિર્દેશ આપ્યો છે. હાલની બસોને ઇલેક્ટ્રિક બસોમાં રૂપાંતરિત કરવાથી મેઇન્ટેન્ટ ખર્ચમાં ઘટાડો થશે.